Video: ચાલુ મેચ દરમિયાન યુસુફ પઠાણ અને મિચેલ જોનસન વચ્ચે થઈ લડાઈ, ધક્કામુકી પણ થઈ
2 ઓક્ટોબર, રવિવારના રોજ લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ઇન્ડિયા કેપિટલ્સ અને ભીલવાડા કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સનો 4 વિકેટે વિજય થયો હતો.
Yusuf Pathan and Mitchell Johnson Fight: 2 ઓક્ટોબર, રવિવારના રોજ લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ઇન્ડિયા કેપિટલ્સ અને ભીલવાડા કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સનો 4 વિકેટે વિજય થયો હતો. બંને ટીમો તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. આ મેચમાં બંને ટીમોએ 200 રનનો આંકડો પાર કર્યો હતો.
મેચ દરમિયાન જે રીતે શાનદાર બેટિંગ જોવા મળી હતી, તે જ રીતે મેદાન પર ખેલાડીઓમાં ભારે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. મિડલ ગ્રાઉન્ડ પર ભીલવાડા કિંગ્સના યુસુફ પઠાણ અને ઈન્ડિયા કેપિટલ્સના મિચેલ જોન્સન વચ્ચે બોલાચાલી થઈ હતી. બંનેની આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે બંને ખેલાડીઓ વચ્ચે ખૂબ જ તીખી લડાઈ જોવા મળી હતી. મામલો એ હદે પહોંચી ગયો હતો કે મેદાન પરના અમ્પાયરો અને અન્ય ખેલાડીઓએ બચાવમાં આવવું પડ્યું હતું. આ દરમિયાન મિચેલ જોન્સને યુસુફ પઠાણને ધક્કો પણ માર્યો હતો. બંને વચ્ચે આ બોલાચાલી ત્યારે થઈ જ્યારે ઈન્ડિયા કેપિટલ્સનો બોલર મિચેલ જોન્સન ઈનિગ્સની 19મી ઓવર ફેંકવા આવ્યો.
#ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P
— Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022
જોન્સન પર પ્રતિબંધ લાગી શકે
રિપોર્ટ્સ અનુસાર, મિચેલ જોનસન પર તેના આ કૃત્ય બદલ એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. કારણ કે મિચેલ જોનસને મેદાન પર જ ઝપાઝપી શરૂ કરી હતી. મિચેલનું આ કૃત્ય સંપૂર્ણપણે ICCના નિયમોની વિરુદ્ધ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિજેન્ડ્સ લીગ ક્રિકેટના આયોજકો જોન્સનના આ કૃત્યથી બિલકુલ ખુશ નથી.
મેચ કેવી હતી?
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા કેપિટલ્સે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા ભીલવાડા કિંગ્સે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા હતા. બાદમાં ઈન્ડિયન કેપિટલ્સ બેટિંગ કરવા માટે આવી અને 19.3માં જ આ સ્કોર બનાવી લીધો હતો. આ મેચમાં યુસુફ પઠાણે 24 બોલમાં 48 રન બનાવ્યા હતા. તે જ સમયે, મિચેલ જોન્સને 4 ઓવરમાં 51 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.