Ranji Trophy: ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થયા બાદ હવે રણજી ટ્રોફી રમશે આ સ્ટાર બોલર
Mohammed Siraj : સિરાજને ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો

Mohammed Siraj : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું નામ સામેલ નથી. BCCI દ્વારા જાહેર કરાયેલા આદેશ બાદ હવે ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર્સ રણજી ટ્રોફીમાં તેમની ટીમ માટે રમતા જોવા મળશે. રણજી ટ્રોફીનો બીજો તબક્કો 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) એ કહ્યું છે કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ 30 જાન્યુઆરીએ વિદર્ભ સામેની મેચ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
Mohammed Siraj likely to play for Hyderabad in Ranji Trophy game against Vidarbha
· As the second leg of the Ranji Trophy starts on January 23, the Hyderabad Cricket Association (HCA) has said that India fast-bowler Mohammed Siraj is likely to be available for the match against… pic.twitter.com/WPOClTjEHH— IANS (@ians_india) January 19, 2025
રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ બીમાંથી હૈદરાબાદ પાંચ મેચમાં નવ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ટીમ 23 જાન્યુઆરીએ તેમના હોમ ગ્રાઉન્ડ પર બીજા ક્રમે રહેલા હિમાચલ પ્રદેશ સામે રણજી ટ્રોફી અભિયાન ફરી શરૂ કરશે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના પ્રમુખ જગન મોહન રાવે IANS ને જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીના મેચ માટે સિરાજની ગેરહાજરીનું કારણ તેમને ખબર નથી. રાવે કહ્યું કે સિરાજ 30 જાન્યુઆરીએ નાગપુરમાં શરૂ થનારી આગામી રણજી ટ્રોફી મેચમાં વિદર્ભ સામે રમે તેવી શક્યતા છે.
સિરાજને ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. 2022થી 2024 વચ્ચેની વનડે મેચોમાં સિરાજે 22.97 ની સરેરાશથી 71 વિકેટ લીધી છે, જે કોઈપણ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા સૌથી વધુ છે. તેમના સ્થાને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને હર્ષિત રાણા (ફક્ત ઇંગ્લેન્ડ વનડે માટે સામેલ) ને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સિરાજે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચેય ટેસ્ટ મેચમાં 20 વિકેટ લીધી હતી.
રણજી ટ્રોફી રાઉન્ડમાં રવિન્દ્ર જાડેજા (સૌરાષ્ટ્ર), ઋષભ પંત (દિલ્હી), શુભમન ગિલ (પંજાબ), રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ (બંને મુંબઈ) પોતપોતાની રાજ્ય ટીમો તરફથી રમશે, જ્યારે કેએલ રાહુલ અને વિરાટ કોહલી ઇજાના કારણે બહાર છે. છેલ્લા કેટલાક મહિના સિરાજ માટે મુશ્કેલ રહ્યા છે. તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતનો બીજો શ્રેષ્ઠ બોલર હતો અને ઈજાઓ છતાં દરેક ઇનિંગમાં બોલિંગ કરનાર એકમાત્ર બોલર હતો. તેમ છતાં તેને વન-ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

