(Source: ECI/ABP News/ABP Majha)
MS Dhoni Investment: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીએ ડ્રોન સ્ટાર્ટઅપ ગરુડ એરોસ્પેસમાં કર્યુ રોકાણ, જાણો વિગત
MS Dhoni News: ધોની ગરુડ એરોસ્પેસમાં શેરહોલ્ડર તરીકે અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ભૂમિકા નિભાવશે. આ ઉપરાંત ગરુડ એરોસ્પેસ સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર સાથે જોડાનાર પ્રથમ ડ્રોન સ્ટાર્ટ-અપ છે.
MS Dhoni : ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ હવે ડ્રોન-એ-એ-સર્વિસ (ડીએએએસ) ગરુડ એરોસ્પેસમાં રોકાણ કર્યું છે. ધોની ગરુડ એરોસ્પેસમાં શેરહોલ્ડર તરીકે અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ભૂમિકા નિભાવશે. આ ઉપરાંત ગરુડ એરોસ્પેસ સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર સાથે જોડાનાર પ્રથમ ડ્રોન સ્ટાર્ટ-અપ છે.
ગરુડ એરોસ્પેસમાં રોકાણ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના સોદા અંગેની વિગતો ધોની દ્વારા જાહેર કરવામાં આવી નથી. 26 શહેરોમાં કાર્યરત 300 ડ્રોન અને 500 પાયલોટથી સજ્જ ગરુડ એરોસ્પેસ ડ્રોન બનાવવાની સુવિધાઓનો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ધોનીએ શું કહ્યું
આઇએએનએસ સાથે વાત કરતા ગરુડ એરોસ્પેસના સંસ્થાપક સીઇઓ અગ્નિસ્વર જયપ્રકાશે જણાવ્યું હતું કે, કંપની 30 મિલિયન ડોલર એકત્ર કરવાની પ્રક્રિયામાં છે. સોમવારે ડ્રોન કંપની દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં ધોનીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, હું ગરુડ એરોસ્પેસનો ભાગ બનીને ખુશ છું અને તેમના દ્વારા આપવામાં આવતા ડ્રોન સોલ્યુશન્સના વિકાસને જોવા માટે ઉત્સુક છું.
The Helicopter has arrived 🚁
— Garuda Aerospace Pvt Ltd (@garuda_india) June 6, 2022
Captain Cool #MSDhoni makes a strategic investment in India's Largest Drone Startup – Garuda Aerospace.
We can’t keep quite 😍@AgnishwarJ pic.twitter.com/qxMBGJZkQf
ભારત- દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી-20 કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ, જાણો ટિકિટનો કેટલો છે ભાવ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ T20 દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમાશે. આ સીરીઝમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે જ્યારે ઋષભ પંત વાઇસ કેપ્ટન છે.
ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત-દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી20 શ્રેણીનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગોલ્ડ 2 ચેનલ પરથી મેચ જોઈ શકાશે. દૂરદર્શન પરથી પણ મેચનું જીવંત પ્રસારણ થશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે મેચ શરૂ થશે અને 6.30 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરશે તેમ માનવામાં આવે છે.
ટિકિટના શું છે ભાવ
ભારત-દક્ષિણ આફ્રિકા ટી20 સીરિઝની ઓનલાઇન ટિકિટ પેટીએમ ઈનસાઈડર એપ પર ઉપલબ્ધ છે. ટિકિટનો ભાવ 850 રૂપિયાથી શરૂ થઈને 14,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.