'ધોની જેવો કોઇ જોયો નથી, સચિન પણ તેની આગળ ફેલ છે' રવિ શાસ્ત્રીએ ધોનીના કર્યા વખાણ
પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડના એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે આઇસીસીની ત્રણેય ટુનામેન્ટ (ટી-20, વન-ડે વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રોફી) જીતી છે.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડના એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે આઇસીસીની ત્રણેય ટુનામેન્ટ (ટી-20, વન-ડે વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રોફી) જીતી છે. તે પોતાના શાંત સ્વભાવની સાથે સારી રણનીતિ માટે જાણીતા છે. સ્પોર્ટ્સ જગતના અનેક દિગ્ગજે પણ તેમના આ સ્વભાવના લખાણ કર્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોનીની પ્રશંસા કરી હતી. ધોનીના વખાણ કરતા શાસ્ત્રીએ કહ્યું કે મે ધોનીના ચહેરા પર ક્યારેય ગુસ્સો જોયો નથી. આ મામલામાં સચિવ તેંડુલકર પણ તેમની આગળ ફેઇલ છે. કારણ કે તે પણ ઘણીવાર ગુસ્સે થઇ જાય છે.
પૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તરની યુ-ટ્યુબ ચેનલ પર રવિ શાસ્ત્રીએ ધોનીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની વાસ્તવિકતાથી આગળ છે. મે તેના જેવો વ્યક્તિ જોયો નથી. ઝીરો રન બનાવો, 100 રન બનાવો, વર્લ્ડ઼કપ ઉઠાવો અથવા સીરિઝ હારો. તેના પર કોઇ ફેર પડતો નથી. મે સચિન સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓને જોયા છે પરંતુ તેમાંથી કોઇ પણ ધોની જેવો નથી. સચિનનું ટેમ્પરામેન્ટ સારુ હતુ પરંતુ તે પણ ક્યારેક ક્યારેક ગુસ્સે થઇ જતો હતો. જ્યારે ધોની ગુસ્સો કરવાનું જાણતો નથી.
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ અચાનક નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. જોકે તે આઇપીએલમાં હજુ પણ રમી રહ્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઇ ચાર વખત ચેમ્પિયન બની છે. આઇપીએલની આગામી સીઝન માટે ચેન્નઇએ ધોનીને રિટેન કર્યો છે.
FIR Against Sundar Pichai: મુંબઈમાં Google ના CEO સુંદર પિચાઈ સામે નોંધાઈ FIR, જાણો શું છે મામલો
Ahmedabad : નરાધમ શિક્ષકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બે વર્ષ સુધી વિદ્યાર્થિની સાથે પરાણે માણ્યું શરીરસુખ ને લગ્નની વાત આવી તો...
ગુજરાતના ક્યા ઉચ્ચ પોલીસ અધિકારી હોટલમાં મહિલા પોલીસો સાથે કરતા હતા પાર્ટી ને ઝડપાઈ ગયા ? કોણ કોણ પકડાયું ?
Gautam Adani Become Richest Indian: ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ, જાણો કેવી રીતે મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા