ગુજરાતના ક્યા ઉચ્ચ પોલીસ અધિકારી હોટલમાં મહિલા પોલીસો સાથે કરતા હતા પાર્ટી ને ઝડપાઈ ગયા ? કોણ કોણ પકડાયું ?
રાજસ્થાનમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડતાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારી અને 9 મહિલા પોલીસ સહિત 24 લોકો ઝડપાયાં હતાં. આ પૈકી મોટા ભાગના ગુજરાતના છે.
અમદાવાદઃ રાજસ્થાનમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડતાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારી અને 9 મહિલા પોલીસ સહિત 24 લોકો ઝડપાયાં હતાં. આ પૈકી મોટા ભાગના ગુજરાતના છે. એક ખાનગી હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે તમામ 24 લોકોની ધરપકડ કરી છે. રેવ પાર્ટીમાં ઝડપાયેલા ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારી દીપક હરીશભાઈ ભટ્ટ ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.
આ ઘટના અંગે ખમનેરના પોલીસ ઇન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ છતાં પણ નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. આ કારણે રાજસ્થાન પોલીસે તમામ 24 સામે શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. પોલીસે હોટેલના સંચાલકની પણ ધરપકડ કરી છે. પકડાયેલા પૈકી મોટા ભાગના ચરોતરના છે.
ખમનેરમાં યોજાયેલી પાર્ટીમાં જેમની ધરપકડ કરાઈ છે તેમાં હોટેલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ (જૂની બાવલ, નીમજ મધ્ય પ્રદેશ), સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ (ઓફિસર બંગલો, આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 9 મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારા મુદ્દે શિક્ષણ મંત્રી વાઘાણીએ શું આપ્યો જવાબ ? જાણીને લાગી જશે આઘાત
રાજકોટઃ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ખાનગી સ્કૂલોમાં ફી વધારા મુદ્દે હાથ અધ્ધર કરી દીધા છે. વાઘાણીએ કહ્યું કે, રાજ્યની ખાનગી શાળાઓની ફી ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) કરે છે. આ સ્વતંત્ર બોડી ફી નક્કી કરે છે તેથી ફી વધારામાં સરકારની કોઈ ભૂમિકા નથી.
રાજ્યની ખાનગી સ્કૂલો કોરોના કાળમાં શિક્ષણ બંધ હોવા છતાં ફી વધારી રહી છે ત્યારે વાઘાણીએ ફી વધારા મુદ્દે ગોળગોળ નિવેદન આપીને હાથ ઊંચા કરી દીધા હતા. વાઘાણીએ વાલીઓની ચિંતા કર્યા વિના આપેલા જાવબથી વાળીઓને આઘાત લાગી જશે.
વાઘાણીએ રાજ્યની ચાર ગર્લ્સ સ્કૂલમાં પુરુષ આચાર્યની નિમણૂક મામલે કહ્યું કે, આ અંગે નિયમ જોવામાં આવશે અને નિમણૂક નિયમ વિરુદ્ધ હશે તો જે યોગ્ય હશે એ કરવામાં આવશે. શાળામાં ઓફ લાઈન શિક્ષણ બાબતે જણાવ્યું હતું કે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમા શાળા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. ગઈકાલે સ્વ નિર્ભર શાળા સંચાલકોએ રાજ્યના શિક્ષણ વિભાગને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખ્યો હતો.
શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે, રાજ્યની તમામ સ્કૂલોમાં બાળકોની સલામતી તથા સુરક્ષા અંગેની પૂરતી વ્યવસ્થા કર્યા પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર માચે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે અને તે મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય.
રાજ્યમાં કોરોનાન કેસો ઘટતાં સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે 1 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામા આવે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકારે આ અંગે પરિસ્થિતીની સમીક્ષા કરીને નિર્ણય લેવાનું સંચાલક મંડલ જણાવ્યું હોવાનો સૂત્રોનો દાવો છે.
હાલમા રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી લહેર જેવી ભયાવહ સ્થિતિ નથી. આ ઉફરાંત મહારાષ્ટ્રમાં પ્રી પ્રાયમરીથી માંડી ધોરણ 12 સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે ત્યારે રાજ્યની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.