Video: દીપક ચાહર-જયા ભારદ્વાજના લગ્નનો વીડિયો થયો વાયરલ, જાનમાં કર્યો જોરદાર ડાન્સ.............
દીપક ચાહર અને જયા ભારદ્વાજે લગભગ 250 લોકોને ઇનવાઇટ કર્યા હતા. આમાં એકદમ નજીકના લોકોને આમંત્રિત કરવામા આવ્યા હતા. આ બન્ને લગ્ન પહેલા લાંબા સમયથી સાથે હતા.
Deepak Chahar Jaya Bhardwaj Marriage Video: ભારતીય ટીમના ખેલાડી દીપક ચાહરે આગરામાં જયા ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા છે. દીપક અને જયાના લગ્નમાં સંબંધીઓની સાથે સાથે અન્યે કેટલાક નજીકના લોકો સામેલ થયા હતા. દીપક બુધવારે ધામધૂમથી જાન લઇને પહોંચ્યો હતો, તેનુ જયાના પરિવારે ખાસ રીતે સ્વાગત કર્યુ હતુ. દીપક અને જયાના લગ્નના કેટલાય વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આમાં એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
દીપક ચાહર અને જયા ભારદ્વાજે લગભગ 250 લોકોને ઇનવાઇટ કર્યા હતા. આમાં એકદમ નજીકના લોકોને આમંત્રિત કરવામા આવ્યા હતા. આ બન્ને લગ્ન પહેલા લાંબા સમયથી સાથે હતા. દીપકે આઇપીએલ 2021 દરમિયાન જયાને લગ્ન માટે પ્રપૉઝ કર્યુ હતુ. તેને ચેન્નાઇ સુપર કિંગ્સની એક મેચ બાદ જયાને પ્રપૉઝ કર્યુ હતુ, તેનો જયાએ સ્વીકાર કરી લીધો હતો.
👌👀Deepak Chahar and Jaya's wedding ...📸❤️#TeamIndia #DeepakChahar pic.twitter.com/E9BIN1aKIS
— rajani (@Mayurrajani_511) June 1, 2022
UAEમાં વીંટી પહેરાવીને કર્યુ હતુ પ્રપૉઝ -
દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને ગત વર્ષે આઈપીએલ મેચ દરમિયાન પ્રપોઝ કર્યુ હતું. તેણે મેચ પૂરી થયા બાદ ફિલ્મી સ્ટાઇલમાં ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યુ હતું. દીપકના પિતા લોકેંદ્ર સિંહ ચાહરે કહ્યું હતું કે, ઘણા સમયથી ગર્લફ્રેંડને પ્રપોઝ કરવા માંગતો હતો. પરંતુ પ્લેઓફ તબક્કામાં આમ કરવાની યોજના બનાવી હતી. તેણે સીએસકેના કેપ્ટન ધોનીના કહેવા પર મેચ પૂરી થયા બાદ જયાને પ્રપોઝ કર્યુ. દીપકના પિતાના કહેવા મુજબ આ ખૂબ શાનદાર ક્ષણ હતી કારણકે 180 દેશોએ બંનેની સગાઈ લાઈવ જોઈ હતી.
May this bond of faith remain like this, May the ocean of love flow in your life like this, May God keep your life full of happiness and prosperity, Wishing you a very happy marriage. 🥳👏❤#DeepakChahar #JayaBhardwaj @deepak_chahar9 pic.twitter.com/fIdnvB1cJy
— Dinesh Lilawat (@DineshLilawat45) June 2, 2022
કોણ છે જયા ભારદ્વાજ -
દીપક ચાહરની મંગેતર જયા ભારદ્વાજ રોડીઝ અને બિગ બોસ ફેમ કંટેસ્ટેંટ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. જયા ભારદ્વાજ દિલ્હીની કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રાઇવેટ કર્યુ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી.
દીપક ચાહર લાંબા સમયથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. આ સાથે, તે ટીમ ઇન્ડિયાની વનડે અને ટી 20 ટીમનો પણ ભાગ છે. દીપક ચાહરે અત્યાર સુધીમાં કુલ 110 T20 (આંતરરાષ્ટ્રીય + IPL) રમી છે, જેમાં તેણે 127 વિકેટ લીધી છે.