(Source: ECI/ABP News/ABP Majha)
Glenn Phillips Engagement: ન્યૂઝિલેન્ડના સ્ટાર ક્રિકેટર ગ્લેન ફિલિપ્સે કરી સગાઇ, શેર કરી રોમેન્ટિક તસવીર
ગ્લેન ફિલિપ્સે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Glenn Phillips Engagement: ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે તેની ગર્લફ્રેન્ડ કેટ વિક્ટોરિયા સાથે સગાઈ કરી લીધી છે. તેણે માઉન્ટ કૂક નેશનલ પાર્કમાં કેટ વિક્ટોરિયાને પ્રપોઝ કર્યું હતું. ગ્લેમ ફિલિપ્સે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી સગાઇની જાણકારી આપી હતી. ગ્લેન ફિલિપ્સે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પ્રવાસમાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પૂરા કર્યા હતા.
View this post on Instagram
ફોટો શેર કરતા ગ્લેન ફિલિપ્સે લખ્યું, 'તેણે હા કહ્યું. શેર કરેલા ફોટામાં ગ્લેન ફિલિપ્સ ઘૂંટણિયે પડીને હાથમાં વીંટી સાથે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતો જોવા મળે છે. ગયા મહિને જ ગ્લેને તેની ગર્લફ્રેન્ડ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી.
25 વર્ષીય ગ્લેન ફિલિપ્સ 2017માં ડેબ્યૂ કર્યા બાદથી જ ન્યૂઝીલેન્ડની T20 ટીમમાં મહત્વનો હિસ્સો બની ગયો છે. તે વર્ષ 2022માં ટી20 ઈન્ટરનેશનલમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ફિલિપ્સે આ વર્ષે નવ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 319 રન બનાવ્યા છે. એકંદરે, તેણે 38 T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 31.09ની સરેરાશ અને 141.76ની સ્ટ્રાઇક રેટથી 964 રન બનાવ્યા છે.
ન્યૂઝીલેન્ડ માટે સૌથી ઝડપી ટી20 સદી બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે. વર્ષ 2020માં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 51 બોલમાં 108 રન બનાવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેણે માત્ર 46 બોલમાં 100 રન પૂરા કર્યા, જે T20 ઈન્ટરનેશનલમાં પાંચમી સૌથી ઝડપી સદી છે.
ગયા મહિને ODI ડેબ્યૂ કર્યું હતું
ગ્લેન ફિલિપ્સે પણ ગયા મહિને આયર્લેન્ડ સામે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. 5 વન-ડે ઈન્ટરનેશનલમાં ફિલિપ્સે અત્યાર સુધીમાં 110 રન બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ ઝડપી છે. તેણે બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પણ ભાગ લીધો હતો. તે એવા કેટલાક ક્રિકેટરોમાંથી એક છે જે બેટિંગ, બોલિંગ અને વિકેટકીપિંગ કરી શકે છે