શોધખોળ કરો

ODI WC: 2023 વર્લ્ડકપ ક્વોલિફાયર માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની જાહેરાત, શિમરોન હેટમાયરને ન મળ્યું સ્થાન

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ એ આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારા 2023 ODI વર્લ્ડકપના ક્વોલિફાયર રાઉન્ડ માટે તેની ટીમની જાહેરાત કરી છે.

West Indies Squad For ICC Cricket World Cup Qualifiers: ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ એ આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારા 2023 ODI વર્લ્ડકપના ક્વોલિફાયર રાઉન્ડ માટે તેની ટીમની જાહેરાત કરી છે. IPL 2023માં ધમાલ મચાવનાર શિમરોન હેટમાયરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી.

નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2023 વન-ડે વર્લ્ડકપમાં સીધી રીતે પહોંચી શકી નથી. જેના કારણે હવે તેમને પ્રથમ ક્વોલિફાયર રાઉન્ડ રમવો પડશે. 18 જૂનથી ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ રમાશે.

કીમો પોલની લાંબા સમય બાદ વાપસી

આ ટીમમાં ઓલરાઉન્ડર કીમો પોલની પણ પસંદગી કરવામાં આવી છે. કીમો પોલ લાંબા સમય બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં વાપસી કરી રહ્યો છે. આ સિવાય નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, કાયલ મેયર્સ, અલ્ઝારી જોસેફ, અકીલ હુસૈન, રોવમેન પોવેલ અને જેસન હોલ્ડર પણ આ ટીમનો ભાગ છે.

શાઈ હોપ કેપ્ટન અને રોવમેન પોવેલ વાઇસ કેપ્ટન

વિકેટ-કીપર બેટ્સમેન શાઈ હોપ 2023 વન-ડે વર્લ્ડ કપના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં કેરેબિયન ટીમનો કેપ્ટન હશે. જો વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપની મુખ્ય ઈવેન્ટમાં પ્રવેશ કરશે તો શાઈ હોપ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ

શાઈ હોપ (વિકેટકીપ બેટ્સમેન ), રોવમેન પોવેલ ( વાઇસ કેપ્ટન), શામરાહ બ્રૂક્સ, યાનિક કૈરિયાહ, કીસી કાર્ટી, રોશટન ચેઝ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મોટ્ટી, કીમો પોલ , નિકોલસ પૂરન (વિકેટકીપર) અને રોમારિયો શેફર્ડ.

World Cup 2023: PCB ચીફ નજમ શેઠીએ કહ્યુ- વર્લ્ડકપ રમવા માટે ભારત નહી આવે પાકિસ્તાનની ટીમ

Najam Sethi On World Cup 2023:  પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નજમ સેઠીએ ફરી એકવાર વર્લ્ડકપને લઇને નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનની ટીમ 2023 વર્લ્ડ કપમાં ભારતના પ્રવાસે નહીં જાય. પીસીબી ચીફના જણાવ્યા અનુસાર, 'પાકિસ્તાન ટીમ પોતાની વર્લ્ડ કપ મેચો ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમવા માંગે છે.' તેમણે કહ્યું હતું કે  'જેમ ભારતે એશિયા કપમાં પાકિસ્તાન ન આવવાનો અને ન્યૂટ્રલ મેદાન પર મેચ રમવાનો નિર્ણય લીધો છે, તેવી જ રીતે પાકિસ્તાનની ટીમ પણ તેની વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં પરંતુ તટસ્થ મેદાન પર રમશે. આ મામલે પૂર્વ ક્રિકેટર અતુલ વાસને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભારતમાં નહીં રમે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે.

પાકિસ્તાન પર પ્રતિબંધ લાગી શકે છે

પૂર્વ ક્રિકેટર અતુલ વાસને PCB ચીફ નજમ સેઠીના એ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન વર્લ્ડ કપનો બહિષ્કાર કરે છે તો તેના પર કાયમ માટે પ્રતિબંધ લગાવી શકાય છે'. તેમના મતે, 'જો ભારતીય ટીમ પાકિસ્તાન એશિયા કપ રમવા નથી જઈ રહી તો તેના અન્ય કારણો છે. જો તે વર્લ્ડ કપમાં નહીં રમે તો તેને નુકસાન સહન કરવું પડશે. પાકિસ્તાનનું નુકસાન ઘણું મોટું છે.

નજમ સેઠીએ શું કહ્યું?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નજમ સેઠીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 'પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારતનો પ્રવાસ નહીં કરે. અમે ઈચ્છીએ છીએ કે અમારી વર્લ્ડ કપ મેચો માત્ર તટસ્થ મેદાન પર જ રમાય. પીસીબી ચીફના જણાવ્યા અનુસાર સુરક્ષાની કોઈ સમસ્યા નથી. અમે ભારત સામે કેટલીક મેચ રમી શકીએ છીએ. અમે અન્ય ટીમો સામે ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર મેચ રમી શકીએ છીએ. અમે સમાધાન કરવા તૈયાર છીએ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Embed widget