IND Vs AFG LIVE Score: ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટથી આપી હાર, રોહિત શર્માની સદી, કોહલીના અણનમ 55 રન
ODI World Cup 2023, IND Vs AFG: ભારતીય ટીમ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી વનડે મેચ રમી રહી છે.
LIVE
Background
ODI World Cup 2023, IND Vs AFG: ભારતીય ટીમ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી વનડે મેચ રમી રહી છે. ટીમ ઇન્ડિયા પ્રથમ મેચમાં ચેન્નાઇના મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવીને આવી છે, આજની મેચમાં ટીમને શુભમન ગીલની ખોટ જરૂર પડશે. આજે ભારત તેની બીજી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાઇ રહી છે.
ભારતની 8 વિકેટથી જીત
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની તોફાની સદીથી ભારતને અફઘાનિસ્તાન સામે 8 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. કપિલ દેવનો રેકોર્ડ તોડતા તેણે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જ્યારે ભારતીય કેપ્ટને 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 131 રનની ઇનિંગ રમી હતી. રોહિત ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે. જ્યારે અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
ભારત જીતવાના આરે
33 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 255 રન છે. વિરાટ કોહલી 43 રને અને શ્રેયસ ઐયર 19 રને રમતમાં છે. ભારતમે મેચ જીતવા 18 રનની જરૂર છે.
રોહિત શર્મા આક્રમક ઈનિંગ રમ્યા બાદ આઉટ
27 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 212 રન છે. વિરાટ કોહલી 24 અને શ્રેયસ આયર 1 રને રમતમાં છે. રોહિત શર્મા 131 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો.
ભારતને પ્રથમ ફટકો
19 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 158 રન છે. રોહિત શર્મા 103 રન અને વિરાટ કોહલી 1 રને રમતમાં છે. ઈશાન કિશન 47 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો.
ભારતની આક્રમક શરૂઆત
15 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 130 રન છે. રોહિત શર્મા 92 રન અને ઈશાન કિશન 31 રને રમતમાં છે. આ દરમિયાન રોહિત શર્માએ વર્લ્ડકપમાં 1000 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ઉપરાંત સૌથી વધુ સિક્સ મારનારો ખેલાડી બન્યો હતો.