SA vs NED: વર્લ્ડકપ 2023માં મોટો અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 38 રનથી ધૂળ ચટાવી
SA v NED: ધર્મશાલામાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો.
ICC ODI WC 2023: વર્લ્ડકપ 2023માં બીજો મોટો અપસેટ સર્જાયો હતો. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. મેચ જીતવા 246 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની ટીમ 42.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સર્વાધિક 43 રન બનાવ્યા હતા. કેશવ મહારાજે લડાયક 40 રન બનાવ્યા હતા. કલાસને 28 રન, ડી કોકે 20 રનનુ યોગદાન આપ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે એક સમયે માત્ર 82 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારપછી એવું લાગતું હતું કે નેધરલેન્ડની ટીમ 150 સુધી જ સ્કોર કરી શકશે, પરંતુ સ્કોટ એડવર્ડ્સ અને રોલ્ફ વાન ડેર મર્વેએ આઠમી વિકેટ માટે 64 રનની ભાગીદારી નોંધાવી હતી. રનની તોફાની ભાગીદારી કરીને મેચનો પલટો ફેરવી નાખ્યો હતો. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 69 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 78 રન બનાવ્યા હતા. જ્યારે રોલ્ફ વાન ડેર મર્વે 19 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી અને આર્યન દત્તે માત્ર 9 બોલમાં 23 રનની અણનમ ઇનિંગ રમી હતી. નેધરલેન્ડના બેટ્સમેનોએ અંતિમ 9 ઓવરમાં 104 ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો યાનસેન અને કાગિસો રબાડાએ બે-બે વિકેટ લીધી હતી.
One of the greatest @cricketworldcup upsets of all time in Dharamsala as Netherlands overcome South Africa 🎇#SAvNED 📝: https://t.co/mqR5mKX179 pic.twitter.com/8Qs5HUSe9o
— ICC (@ICC) October 17, 2023
નેધરલેન્ડ પ્લેઈંગ ઈલેવન:
વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (વિકેટમાં/કેપ્ટન), સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રોલોફ વાન ડેર મેર્વે, લોગન વાન બીક, આર્યન દત્ત, પોલ વાન મીકરેન.
સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
ક્વિન્ટન ડી કોક (કપ્તાન), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી, ગેરાલ્ડ કોએત્ઝી.
Killer Miller is gone!!!!
— Abdul (@RolexbhaisirSir) October 17, 2023
Whatttt a ball from Van Beek 🔥🔥#SAvsNED #CWC23INDIA | #CWC23
Netherlands South africa https://t.co/ZKleyWo6gO
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા ODI ફોર્મેટમાં સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો દક્ષિણ આફ્રિકાનો ત્રીજો બોલર બની ગયો છે. કગીસો રબાડાએ 95 વનડે મેચમાં 150 વિકેટનો આંકડો પાર કર્યો. કગીસો રબાડાએ નેધરલેન્ડના બેટ્સમેન વિક્રમજીત સિંહને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. રબાડાએ 95 વનડે મેચમાં આ આંકડો પાર કરી એક મોટો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો છે. જ્યારે આ પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર એલન ડોનાલ્ડ, મોર્ને મોર્કેલ અને ઈમરાન તાહિરે 89 મેચમાં 150 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.