World Cup 2023 Semi Final: શ્રીલંકા સામે શાનદાર જીત સાથે ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની
ભારતીય ટીમ ગુરુવારે 2023 વર્લ્ડ કપની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની હતી, કારણ કે ટીમે મુંબઈમાં શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું.
ODI World Cup 2023 Semi Final: ભારતીય ટીમ ગુરુવારે 2023 વર્લ્ડ કપની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની હતી, કારણ કે ટીમે મુંબઈમાં શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. આટલી મેચોમાં ભારતની આ વર્લ્ડકપમાં સતત સાતમી જીત છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ એક પણ મેચમાં હારનો સામનો નથી કર્યો. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના ખૂબ જ મોટા મારજિન 302 રન સાથે હરાવ્યું છે. આ દરમિયાન ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙎𝙀𝙈𝙄𝙎! 🙌#TeamIndia 🇮🇳 becomes the first team to qualify for the #CWC23 semi-finals 👏👏#MenInBlue | #INDvSL pic.twitter.com/wUMk1wxSGX
— BCCI (@BCCI) November 2, 2023
ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શર્મીએ 5 વિકેટ ઝડપી હતી. ભારતે શ્રીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની ટીમને માત્ર 55 રનમાં જ ઓલ આઉટ કરી દીધી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની ત્રિપુટીએ શ્રીલંકાના બેટિંગ ઓર્ડરને ધરાશાયી કર્યો હતો.
શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી
ભારતના 357 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જસપ્રિત બુમરાહે શ્રીલંકાની ઇનિંગ્સના પહેલા જ બોલ પર પથુમ નિશંકાને આઉટ કર્યો હતો. આ પછી દિમુથ કરુણારત્ને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. દિમુથ કરુણારત્ને પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે ત્રીજો શ્રીલંકન ખેલાડી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 2 રન હતો. શ્રીલંકાના 5 ખેલાડી ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકાના 8 બેટ્સમેન ડબલ ફિગરનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા.
ટીમ ઈન્ડિયાએ 357 રન બનાવ્યા હતા
આ પહેલા શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનર શુભમન ગિલે 92 બોલમાં 92 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રન બનાવ્યા હતા. જોકે. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે 189 રનની મોટી ભાગીદારી થઈ હતી. શ્રીલંકા તરફથી દિલશાન મધુસંકા સૌથી સફળ બોલર રહ્યો હતો. દિલશાન મધુશંકાએ 5 ભારતીય ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા.