CWC 2023 Warm Up Match Schedule: આ તારીખથી રમાશે વર્લ્ડ કપ 2023ના વોર્મ અપ મેચ, જુઓ શેડ્યૂલ
CWC 2023 Warm Up Match Schedule: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વર્લ્ડ કપ પહેલા રમાનારી વોર્મ-અપ મેચો માટે શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. વોર્મ-અપ મેચો 29 સપ્ટેમ્બરથી શરૂ થશે.
CWC 2023 Warm Up Match Schedule: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વર્લ્ડ કપ પહેલા રમાનારી વોર્મ-અપ મેચો માટે શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. વોર્મ-અપ મેચો 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે. ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ રમશે, પહેલી 30 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ સામે અને બીજી 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે. પ્રથમ દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરે કુલ ત્રણ મેચો રમાશે, જેમાં શ્રીલંકા-બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા-અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચો રમાશે. આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તિરુવનંતપુરમમાં જ્યારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ હૈદરાબાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ વોર્મઅપ અને તિરુવનંતપુરમમાં નેધરલેન્ડ સામે બીજી વોર્મઅપ રમશે. છેલ્લી વોર્મ-અપ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
The schedule of World Cup 2023 Warm-up matches: pic.twitter.com/ixedWiIWU3
— CricketMAN2 (@ImTanujSingh) August 23, 2023
સંપૂર્ણ શેડ્યૂલ
બાંગ્લાદેશ વિ શ્રીલંકા - બeરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (29 સપ્ટેમ્બર )
દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન - ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (29 સપ્ટેમ્બર )
ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન - રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ (29 સપ્ટેમ્બર)
ભારત વિ ઈંગ્લેન્ડ - બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (30 સપ્ટેમ્બર)
ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ્સ - ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (30 સપ્ટેમ્બર)
ઇંગ્લેન્ડ વિ બાંગ્લાદેશ - બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (2 ઓક્ટોબર)
ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા - ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (2 ઓક્ટોબર)
અફઘાનિસ્તાન વિ શ્રીલંકા - બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (3 ઓક્ટોબર)
ભારત વિ નેધરલેન્ડ્સ - ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (3 ઓક્ટોબર)
પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા - રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ (3 ઓક્ટોબર).
લીગ મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની લીગ મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. આ પછી ભારતની બીજી મેચ અફઘાનિસ્તાન (11 ઓક્ટોબર) અને ત્રીજી પાકિસ્તાન (14 ઓક્ટોબર) સામે રમાશે. તો બીજી તરફ, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
અહીંથી ખરીદી શકાશે વર્લ્ડકપની ટિકિટ
🚨 NEWS 🚨 BCCI announces BookMyShow as Ticketing Platform for ICC Men’s Cricket World Cup 2023. #CWC23
— BCCI (@BCCI) August 23, 2023
More Details 🔽 https://t.co/HKgat0A5bB
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ખરેખર, BCCIએ ICC વર્લ્ડ કપ ટિકિટ માટે BookMyShow ને અધિકૃત કર્યું છે. આ રીતે ક્રિકેટ ચાહકો BookMyShow પર ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. ક્રિકેટ ચાહકો 24 ઓગસ્ટથી વર્લ્ડ કપ માટે ટિકિટ ખરીદી શકશે. ઓનલાઈન ટિકિટ 24 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યાથી ઉપલબ્ધ થશે. વર્લ્ડ કપની મેચો ઉપરાંત પ્રશંસકો તે પહેલાની વોર્મ-અપ મેચોની ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકશે.