Harbhajan Singh Retirement: હરભજન સિંહે સિદ્ધુ સાથે મુલાકાતને લઈ શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
હરભજને ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, મેં હજુ આ અંગે વિચાર્યુ નથી. મને અલગ અલગ પાર્ટીમાં સામેલ થવાની ઓફર મળી છે. મેં નવજોત સિદ્ધુ સાથે ક્રિકેટર તરીકે મુલાકાત કરી હતી.
Harbhajan Sing Retirement: ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે ગઈકાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી.હરભજન સિંહે વર્ષે 1998માં ડેબ્યુ કર્યુ હતુ.23 વર્ષ બાદ હવે તેણે ક્રિકેટને અલવિદા કહ્યુ છે.17 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ કેરિયરની શરુઆત કરી હતી.
હરભજને સિદ્ધુ સાથે મુલાકાત બાદ શું કહ્યું
હરભજન સિંહ સાથે તાજેતરમાં નવજોત સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી અને તે સમયથી જ ચર્ચા ચાલી રહી છે કે, હરભજન બહુ જલ્દી રાજકારણમાં જોડાઈ શકે છે.જોકે આ વાતને ભજ્જીએ અફવા ગણઆવી છે. હરભજને ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, હું દરેક પાર્ટીના નેતાને ઓળખું છું. પંજાબને બચાવવું છે રાજકારણ કે કોઈપણ રીતે. મેં રાજકારણમાં સામેલ થવા અંગે હજુ આ અંગે વિચાર્યુ નથી. મને અલગ અલગ પાર્ટીમાં સામેલ થવાની ઓફર મળી છે. મેં નવજોત સિદ્ધુ સાથે ક્રિકેટર તરીકે મુલાકાત કરી હતી.
मैंने अभी इस बारे में कुछ नहीं सोचा है। मुझे अलग-अलग पार्टियों से शामिल होने के ऑफर मिले हैं। मैंने नवजोत सिंह सिद्धू से बतौर क्रिकेटर मुलाकात की: कांग्रेस पार्टी में शामिल होने पर हरभजन सिंह pic.twitter.com/kxSHJcFQLP
— ANI_HindiNews (@AHindinews) December 25, 2021
સંન્યાસની જાહેરાત કરતાં શું કહ્યું હતું હરભજને
ભજ્જીએ સન્યાસનુ એલાન કરતા કહ્યુ હતુ કે, દરેક સારી વસ્તુઓનો અંત આવતો હોય છે.આજે હું ક્રિકેટને અલવિદા કહ્યુ છે અને મારી 23 વર્ષની મુસાફરીને યાદગાર બનાવનારા દરેક વ્યકિતનો આભારી છું.
કેવો છે હરભજનનો દેખાવ
ભજ્જીનુ કેરિયર શાનદાર રહ્યુ છે.તેણે 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધા છે જ્યારે બે સદી સાથે 2235 રન પણ બનાવ્યા છે.જ્યારે 236 વન ડે મેચોમાં તેણે 269 વિકેટ ઝડપી છે.ટી-20માં તેના નામે 28 મેચમાં 25 વિકેટો બોલે છે. ભજ્જી અનિલ કુંબલે અને અશ્વિન બાદ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.આઈપીએલમાં પણ ભજ્જીએ 150 વિકેટો ઝડપી છે.
હરભજન સિંહ સાથે જોડાયેલા 5 વિવાદ
મંકીગેટ વિવાદ
મંકીગેટ વિવાદ હરભજનસિંહના કરિયરનો સૌથી મોટો વિવાદ છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં રમી રહી હતી ત્યારે સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસે હરભજનસિંહ રમી રહ્યો હતો ત્યારે એન્ડ્યૂ સાયમંડ્સ તેને ઉશ્કેરી રહ્યો હતો. ભજ્જીએ સાયમંડ્સને જવાબ આપતા સાયમંડ્સને મંકી કહ્યો હતો. આ વાતને લઇને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પોન્ટિંગે મેચ રેફરીને ફરિયાદ કરી હતી. બાદમાં હરભજનસિંહને મેચ રેફરીએ ત્રણ મેચનો પ્રતિબંધ લગાવી દીધો જેનો ટીમ ઇન્ડિયાએ વિરોધ કર્યો. બાદમાં આઇસીસીએ સુનાવણી કરી હરભજનસિંહને નિર્દોષ જાહેર કર્યો હતો.
હરભજનસિંહ-શ્રીસંત થપ્પડ વિવાદ
આઇપીએલની પ્રથમ સીઝનમાં જ હરભજનસિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો. બંન્ને ખેલાડીઓએ પોતપોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આવું કાંઇ હતું નથી. પરંતુ આ ઘટનાના બીજા દિવસે મેચ રેફરી ફારૂખ એન્જિનિયરે નિવેદન બાદ વિવાદ વધ્યો હતો. મેચ રેફરીએ પુરાવાના આધારે લાફો મારવાની વાત કરી અને આ કારણે હરભજનસિંહને 2008માં આઇપીએલમાં પ્રતિબંધ લગાવી દીધો હતો.
એડ વિવાદ
વર્ષ 2006માં દારૂની કંપની રોયલ સ્ટૈગની જાહેરાતમાં હરભજનસિંહ પાઘડી વિના જોવા મળતા વિવાદ થયો હતો. આ જાહેરાતને લઇને હરભજનસિંહની ખૂબ ટીકા થઇ હતી. આ મામલે વિવાદ વધતા હરભજનસિંહે માફી માંગી હતી અને કંપનીએ આ જાહેરખબરને હટાવી લીધી હતી.
રાવણ-સીતા ડાન્સ વિવાદ
વાત વર્ષ 2008ની છે. એક રિયાલિટી શો દરમિયાન હરભજનસિંહે એક્ટ્રેસ મોના સિહ સાથે રાવણ અને સીતાનો ડાન્સ કર્યો હતો. જેનો હિંદુ અને શીખ બંન્ને સમુદાયના લોકોએ વિરોધ કર્યો. હરભજનસિંહ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચાડવાનો આરોપ લાગ્યો હતો.
રિકી પોન્ટિંગ સાથે વિવાદ
હરભજનસિંહ ફક્ત 17 વર્ષની ઉંમરે વન-ડે સીરિઝ રમી રહ્યો હતો ત્યારે તેણે રિકી પોન્ટિંગને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. વિકેટ લીધા બાદ હરભજનસિંહ ઉજવણી કરી રહ્યો હતો. જેના પર પોન્ટિંગ તેની સાથે લડવા લાગ્યો. આઇસીસીએ આચાર સંહિતાનો ભંગ માની એક મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો