શોધખોળ કરો

પહેલા કેપ્ટનશીપ ગઇ, હવે ટીમમાંથી પણ પત્તુ કપાશે ? ઇંગ્લેન્ડ સીરીઝમાં બાબર આઝમ પર લેવાશે મોટો નિર્ણય ?

Babar Azam PAK vs ENG 2nd Test: બાબર આઝમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં જ ખરાબ ફોર્મના કારણે બાબરને કેપ્ટનશિપ ગુમાવવી પડી હતી

Babar Azam PAK vs ENG 2nd Test: બાબર આઝમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં જ ખરાબ ફોર્મના કારણે બાબરને કેપ્ટનશિપ ગુમાવવી પડી હતી. તે પાકિસ્તાનનો વ્હાઈટ બોલ કેપ્ટન હતો, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેણે કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે સુકાનીપદ બાદ બાબર પણ ટીમ છોડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઈંગ્લેન્ડ સામે મુલતાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાબરના બેટથી માત્ર 30 અને 05 રન જ બન્યા હતા.

ESPNcricinfo પર પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બાબરને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી રચાયેલી પસંદગી સમિતિએ બાબરને પડતો મૂકવાની સલાહ આપી હતી. સીરીઝની પ્રથમ ટેસ્ટ હાર્યાના થોડા કલાકો બાદ લાહોરમાં પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી પણ હાજર હતા.

મુલતાનમાં 07 થી 11 ઓક્ટોબર વચ્ચે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં હાર બાદ પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે બાબરનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે તે પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. કોચ જેસન ગિલેસ્પીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ટીમના કેપ્ટન અને મુખ્ય કોચ બેઠકમાં સામેલ ન હતા.

જો બાબરને 15 ઓક્ટોબરથી મુલતાનમાં રમાનારી બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં નહીં આવે તો તે 20 ઓક્ટોબરથી શરૂ થનારી કાયદ-એ-આઝમ ટ્રોફી માટે પોતાને ઉપલબ્ધ કરાવશે કે કેમ તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. બાબરે 2019 પછી એકપણ ફર્સ્ટ ક્લાસ મેચ રમી નથી.

અત્યાર સુધી આવી રહી બાબર આઝમની ટેસ્ટ કેરિયર 
નોંધનીય છે કે, બાબર આઝમે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 55 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની 100 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 43.92ની એવરેજથી 3997 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 26 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો

IND vs BAN: ધોની-પંત જે ન કરી શક્યા તે સંજુ સેમસને કરી બતાવ્યું, ત્રીજી T20માં રચ્યો ઈતિહાસ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast | આગામી 24 કલાક માટે ભયંકર વરસાદની આગાહી | Abp AsmitaAmbalal Patel | અરબી સમુદ્રમાં સર્જાશે લો પ્રેશર, તૂટી પડશે વરસાદ | અંબાલાલ પટેલની મોટી આગાહીKadi Landslide | કડીમાં 9 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં 3 સામે ફરિયાદ, FIRમાં કંપનીના માલિકનું નામ નહીંBaba Siddique Murder News  : બાબા સિદ્દીકીની હત્યાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરી, જાણો કોણ છે ભારતના ટોપ 5 ગેંગસ્ટર્સ?
લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરી, જાણો કોણ છે ભારતના ટોપ 5 ગેંગસ્ટર્સ?
Rain Forecast:  શરદ પૂનમે  આ જિલ્લામાં  ભારે  પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain Forecast: શરદ પૂનમે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી
'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી
Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન
Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન
Embed widget