Asia Cup 2023: આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 'કરો યા મરો' , વરસાદના કારણે મેચ રદ્દ થશે તો કોને મળશે ફાઇનલની ટિકિટ?
Pakistan vs Sri Lanka: આ મેચમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલમાં કોણ પહોંચશે
Pakistan vs Sri Lanka: 2023 એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો 14 સપ્ટેમ્બર, ગુરુવારે કરો યા મરોની મેચ રમાશે. સુપર-4માં બંને ટીમોની આ છેલ્લી મેચ છે, પરંતુ આ મેચ કોઈ સેમિફાઈનલથી ઓછી નથી. વાસ્તવમાં આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે.
Our playing XI for the #PAKvSL match 🇵🇰#AsiaCup2023 pic.twitter.com/lhT5Vl8RtX
— Pakistan Cricket (@TheRealPCB) September 13, 2023
શ્રીલંકા અને પાકિસ્તાન બંનેએ સુપર-4માં બે-બે મેચ રમી છે. દરમિયાન બંનેએ એક-એક મેચ જીતી છે અને એક-એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં જે ટીમ આ મેચ જીતશે તે ચાર પોઈન્ટ સાથે ફાઇનલમાં પ્રવેશ કરશે.
જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ થાય તો?
આ મેચમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલમાં કોણ પહોંચશે. જો મેચ રદ્દ થશે તો શ્રીલંકા ફાઇનલમાં પહોંચશે. જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થાય છે તો દાસુન શનાકાની ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. વાસ્તવમાં શ્રીલંકાની નેટ રન રેટ પાકિસ્તાન કરતા ઘણી સારી છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો શ્રીલંકાની ટીમ ફાઇનલમાં પહોંચી જશે.
આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી
નોંધનીય છે કે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં 2023 એશિયા કપની ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ ગુરુવારે જ જાહેર થશે. જો વરસાદના કારણે મેચ રદ્દ થાય તો શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ફાઈનલ મેચ રમશે.
ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે
ભારતીય ટીમ સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પહોંચી ચૂકી છે. જોકે, 15 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયા સુપર-4ની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી ભારતીય ટીમ ફાઈનલ મેચમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચની વિજેતા ટીમ સામે ટકરાશે.