શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનનો 18 વર્ષનો આ ફાસ્ટ બૉલર 7 ફૂટ 6 ઈંચ ઉંચાઈ સાથે છે દુનિયાનો સૌથી ઉંચો બોલર
ઇરફાન બાદ હવે પાકિસ્તાનના 18 વર્ષીય મુદસ્સર ગુર્જર આ લિસ્ટમાં આગળ આવી ગયો છે. મુદસ્સર ગુર્જરની ઉંચાઇ 7 ફૂટ 6 ઇંચ છે, અને તે હવે જલ્દીથી પાકિસ્તાનની ટીમમાં રમવા તૈયાર થઇ રહ્યો છે
નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં અનેક નામો અને કામો એવા છે જે હંમેશા માટે યાદ રહે છે. ક્રિકેટ વિશ્વમાં પાકિસ્તાન પોતાની આગાવી ખ્યાતિ મેળવી ચૂકેલી ટીમ છે. અગાઉ દુનિયામાં સૌથી ઉંચા બૉલર તરીકે પાકિસ્તાનન ઇરફાનનુ નામ આવતુ હતુ, તેની ઉંચાઇ 7 ફૂટ 1 હતી. હવે આ લિસ્ટમાં વધુ એક પાકિસ્તાની ફાસ્ટ બૉલરનો સમાવશ થયો છે.
ઇરફાન બાદ હવે પાકિસ્તાનના 18 વર્ષીય મુદસ્સર ગુર્જર આ લિસ્ટમાં આગળ આવી ગયો છે. મુદસ્સર ગુર્જરની ઉંચાઇ 7 ફૂટ 6 ઇંચ છે, અને તે હવે જલ્દીથી પાકિસ્તાનની ટીમમાં રમવા તૈયાર થઇ રહ્યો છે. ભારતની આઇપીએલની જેમ પાકિસ્તાનમાં રમાતી પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર્સની ટીમમાં મુદસ્સરને સમાવવામાં આવ્યો છે, તે હાલ ડેવલૉપમેન્ટ પ્રૉગ્રામમાં ભાગ લઇ રહ્યો છે. આગામી સમયમાં પીએસએલમાં પણ તરખાટ મચાવી શકે છે.
મુદસ્સર PSLમાં તરખાટ મચાવીશે....
7 ફૂટ 1 ઈંચ ઊંચા ઈરફાનની જેમ મુદસ્સર પણ ફાસ્ટ બોલર છે, તે દુનિયાનો સૌથી વધુ ઉચાઇ વાળો બૉલર બની શકે છે. લાહોર કલંદર્સ અને પાક.ના સ્પોર્ટ્સ જર્નલિસ્ટ સાજ સાદિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર મુદસ્સરની ઊંચાઈ 7 ફૂટ 6 ઈંચ હોવાનું લખ્યું છે. જ્યારે અન્ય કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં તેની ઊંચાઈ 7 ફૂટ 4 ઈંચ હોવાનું કહેવાયું છે.
ખાસ વાત છે કે, જો મુદસ્સર પાકિસ્તાનની નેશનલ ટીમમાં સામેલ થશે તો ક્રિકેટ ઈતિહાસના તે સૌથી ઊંચા ખેલાડી તરીકેનું બિરુદ મેળવી શકે છે. સૌથી ઉંચા ક્રિકેટર તરીકે અગાઉ વેસ્ટ ઈન્ડિઝના એમ્બ્રોસ, જોએલ ગાર્નર કે પાકિસ્તાનના ઈરફાનનુ નામ સામેલ થઇ ચૂક્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement