શોધખોળ કરો
Advertisement
ડે-નાઇટ ટેસ્ટઃ પિન્ક બૉલથી રમવામાં ભારતીય ટીમ આ બે વાતને લઇને ડરી, જાણો વિગતે
પિન્ક બૉલથી પ્રેક્ટિસ કરી તે દરમિયાન જાણવા મળ્યુ કે પિન્ક બૉલ સ્પિન અને રિવર્સ સ્વિંગમાં વધુ કારગર સાબિત નથી થતો
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આવતીકાલે કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાનમાં ઐતિહાસિક ટેસ્ટ રમવા જઇ રહ્યુ છે, આ મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે, બાંગ્લાદેશ સામેની બીજી મેચ ડે-નાઇટ ટેસ્ટ છે. જોકે, આ પહેલા ભારતીય ટીમમાં બે વાતને લઇને ચિંતા પેસી ગઇ છે.
ભારતીય ટીમે મેચ અગાઉ નેટ પ્રેક્ટિસ કરી, પિન્ક બૉલથી પ્રેક્ટિસ કરી તે દરમિયાન જાણવા મળ્યુ કે પિન્ક બૉલ સ્પિન અને રિવર્સ સ્વિંગમાં વધુ કારગર સાબિત નથી થતો. બાદમાં સ્પિન અને રિવર્સ સ્વિંગને લઇને ભારતીય ટીમ ચિંતામાં આવી ગઇ છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયા માટે પિન્ક બૉલ ચિંતાનો વિષય છે, ટીમ મેનેજમેન્ટનુ માનવુ છે કે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટમાં બની શકે છે પિન્ક બૉલથી મેચમાં વધુ પ્રભાવ ના પડે. પણ મજબૂત ટીમોની સામે પિન્ક બૉલ એક મોટુ અંતર પેદા કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આવીતકાલે કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે, મેચનો સમય બપોરે 1 થી રાત્રે 8 વાગ્યુ સુધીનો રાખવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement