શોધખોળ કરો
PM મોદી આવશે અમદાવાદ, મોટેરા સ્ટેડિયમમાં નીહળાશે IND v ENG ટેસ્ટ મેચ, જાણો વિગત
ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનારી ડે નાઇટ મેચ નીહાળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી શકે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બીસીસીઆઈએ આ મેચ માટે પીએમ મોદી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ખેલ મંત્રી કિરન રિજિજુને પણ આમંત્રણ આપ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ પર હાજર રહી શકે છે.

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે હવે ક્રિકેટ રસીકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં યોજાનારી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દર્શકો મેદાનમાં જઈને જોઈ શકશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. મોદી સહિત કોને અપાયું આમંત્રણ? ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનારી ડે નાઇટ મેચ નીહાળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી શકે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બીસીસીઆઈએ આ મેચ માટે પીએમ મોદી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ખેલ મંત્રી કિરન રિજિજુને પણ આમંત્રણ આપ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ પર હાજર રહી શકે છે. ગઈકાલે ગુજરાત ક્રિકેટ એસોસિએસનના અધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી કહ્યું, મોટેરા સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. નોંધનીય છે કે, આગામી 5મી ફેબ્રુઆરીથી વિરાટ એન્ડ કંપનીની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે ઘરેલુ મેદાન પર થવાની છે, આ મેચો 5 ફેબ્રુઆરીથી શરૂ થઇને 28 માર્ચ, 2021 સુધી ચાલશે. જુઓ અહીં ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝનુ ફૂલ શિડ્યૂલ..... ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ.... ટેસ્ટ સીરીઝ.... પ્રથમ ટેસ્ટઃ 5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે બીજી ટેસ્ટઃ 13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે ત્રીજી ટેસ્ટઃ 24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે ચોથી ટેસ્ટઃ 4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે ટી20 સીરીઝ.... પ્રથમ ટી20 12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે બીજી ટી20 14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ત્રીજી ટી20 16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ચોથી ટી20 18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે પાંચમી ટી20 20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે વનડે સીરીઝ... પ્રથમ વનડેઃ 23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે બીજી વનડેઃ 26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે ત્રીજી વનડેઃ 28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
વધુ વાંચો




















