IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
IND vs NZ 1st Test:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16મી ઓક્ટોબરથી 3 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે
IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16મી ઓક્ટોબરથી 3 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ માટે બંને ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે. ભારતીય ટીમે સોમવારે પ્રેક્ટિસ કરી હતી. બોલરોથી લઈને બેટ્સમેનોએ પોતાની ખામીઓ દૂર કરી હતી પરંતુ મંગળવારે ખરાબ હવામાન અને વરસાદને કારણે રોહિત શર્મા અને કંપનીએ ટ્રેનિંગ સેશન કેન્સલ કરવું પડ્યું હતું.
💬💬 Our focus is to improve and better our performance.#TeamIndia Captain Rohit Sharma ahead of the #INDvNZ Test series 👌👌@IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/mJMOvVgVDw
— BCCI (@BCCI) October 15, 2024
મંગળવારે સવારે ભારે વરસાદ
મંગળવારે સવારે ભારે વરસાદને કારણે ભારતીય ટીમનું પ્રેક્ટિસ સેશન રદ કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ 11:15 વાગ્યે પ્રેક્ટિસ શરૂ કરવાની હતી. જો કે સતત વરસાદના કારણે ટીમ પ્રેક્ટિસ કરી શકી ન હતી. વરસાદના કારણે પ્રથમ ટેસ્ટ પર પણ અસર પડી શકે છે. બેંગલુરુ ટેસ્ટમાં પહેલા 3 દિવસ હળવો વરસાદ થવાની સંભાવના છે.
મેચમાં વરસાદ વિલન બની શકે છે
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અઠવાડિયે ભારે વરસાદની આગાહી કરી છે. ટેસ્ટ મેચના પહેલા અને બીજા દિવસે વરસાદની 70 થી 90 ટકા શક્યતા છે. આ સિવાય કર્ણાટકના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તાજેતરમાં બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. દરમિયાન, બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ હતી. સીરિઝની બીજી મેચ કાનપુરમાં રમાઈ હતી. આ ટેસ્ટમાં પણ વરસાદ વિલન બન્યો હતો. જો કે તેમ છતાં ભારતીય ટીમે આ મેચ જીતી લીધી હતી.
કાનપુરમાં વરસાદ પડ્યો
કાનપુર ટેસ્ટના પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 35 ઓવરની જ મેચ રમાઈ હતી. આ પછી, ભારે વરસાદને કારણે પછીના બે દિવસ સુધી એક પણ બોલ ફેંકી શકાયો નથી. પછીના 2 દિવસમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ 7 વિકેટથી જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી હતી.