R Ashwin 100th Test: 100 ટેસ્ટ મેચ રમનાર ભારતનો 14મો ખેલાડી બન્યો અશ્વિન
R Ashwin 100th Test:અશ્વિન ભારતના 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં 100 કે તેથી વધુ ટેસ્ટ રમનાર માત્ર પાંચમો બોલર છે
R Ashwin 100th Test: ધર્મશાલામાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ શરૂ થતાની સાથે જ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 100 ટેસ્ટ મેચ રમનાર ભારતનો 14મો ખેલાડી બની ગયો છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર અશ્વિન વિશ્વનો 77મો ખેલાડી છે.
Number 9⃣9⃣ gets ready for his 💯th Test Match! 👏👏
— BCCI (@BCCI) March 7, 2024
📽️ WATCH 🔽 - Life, Cricket & Beyond ft. @ashwinravi99#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank
આ સિવાય અશ્વિન ભારતના 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં 100 કે તેથી વધુ ટેસ્ટ રમનાર માત્ર પાંચમો બોલર છે. અશ્વિન પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ, ઈશાંત શર્મા અને હરભજન સિંહ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અશ્વિન ઉપરાંત ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોની પણ આ 100મી ટેસ્ટ મેચ હશે. તે 100 ટેસ્ટ રમનાર 17મો અંગ્રેજ ખેલાડી છે.
ભારત આ યાદીમાં ત્રીજા સ્થાને છે જેના ખેલાડીઓએ સૌથી વધુ 100 ટેસ્ટ રમી છે. ઈંગ્લેન્ડ 17 અને ઓસ્ટ્રેલિયા 15 ખેલાડીઓ સાથે ભારત કરતા આગળ છે જેમણે 100 ટેસ્ટ રમી છે.
અશ્વિનનું ટેસ્ટ ડેબ્યૂ વર્ષ 2011માં થયું હતું. નવેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની તે ટેસ્ટ મેચમાં અશ્વિનને સચિન તેંડુલકરે ડેબ્યૂ કેપ આપી હતી. આ પછી અશ્વિને પણ પોતાના પ્રદર્શનથી ડેબ્યૂ ટેસ્ટને યાદગાર બનાવી હતી. તેણે ડેબ્યૂમાં કુલ 9 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ જીત્યો હતો. હવે તેની 100મી ટેસ્ટમાં પણ અશ્વિન પાસેથી આવી જ અપેક્ષાઓ રહેશે, જેથી તે તેને યાદગાર પણ બનાવી શકે.
કેવો છે અશ્વિનનો રેકોર્ડ?
જ્યાં સુધી 100મી ટેસ્ટ પહેલા અશ્વિનના પ્રદર્શનની વાત છે તો તેણે 99 મેચમાં 23.91ની એવરેજથી 507 વિકેટ લીધી હતી, જેમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ 35 વખત નોંધાઈ છે. મુથૈયા મુરલીધરન પછી તે માત્ર બીજો બોલર છે જેણે તેની 100મી ટેસ્ટ રમતા પહેલા જ 500થી વધુ વિકેટ પોતાના નામે કરી લીધી છે.
100 ટેસ્ટ રમનારા ભારતીય બોલરો
અનિલ કુંબલે- 132
કપિલ દેવ- 131
ઈશાંત શર્મા- 105
હરભજન સિંહ- 103
અશ્વિન પહેલા ભારતના 13 ખેલાડીઓએ 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં સચિન તેંડુલકર ટોપ પર છે. બીજા સ્થાને ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. અશ્વિન પહેલા વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા આ માઈલસ્ટોન પર પહોંચી ગયા છે. જોકે, ઈશાંત શર્માએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2021માં રમી હતી.