શોધખોળ કરો

KL Rahul: પાકિસ્તાન સામેની મેચમાં નહીં રમે KL રાહુલ, કોચ દ્રવિડે જણાવ્યું કારણ

Asia Cup 2023: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલ એશિયા કપ 2023ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

KL Rahul India vs Pakistan: એશિયા કપ 2023 ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે, જે 2 સપ્ટેમ્બરે રમાશે. આ પહેલા ભારતીય કોચ રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. દ્રવિડે જણાવ્યું કે કેએલ રાહુલ એશિયા કપ 2023ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે X (Twitter) પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે.

બીસીસીઆઈએ કેએલ રાહુલને લઈને X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં રાહુલ દ્રવિડનું નિવેદન શેર કરવામાં આવ્યું છે. દ્રવિડે કેએલ રાહુલ વિશે કહ્યું, “કેએલ રાહુલની પ્રગતિ ઘણી સારી છે. પરંતુ તે પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. રાહુલ એશિયા કપ 2023માં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચનો ભાગ નહીં હોય.

કેએલ રાહુલ ઈજામાંથી સાજા થઈને મેદાનમાં પરત ફર્યો છે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ તેમ છતાં એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. કોચ દ્રવિડ સહિત મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન રાહુલની ફિટનેસ પર છે. આ કારણોસર, તે પ્રથમ બે મેચનો ભાગ નહીં હોય. બીજી બાજુ શ્રેયસ અય્યર છે. અય્યર પણ ઈજામાંથી સાજો થઈને મેદાનમાં પરત ફરી રહ્યો છે. અય્યર સંપૂર્ણ રીતે ફિટ છે અને તે ફિટનેસના તમામ માપદંડોને પૂર્ણ કરે છે.

ICCના સમાચાર મુજબ રાહુલ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા નહીં જાય. તે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રહેશે અને એશિયા કપની સુપર ફોર મેચો માટે 4 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયામાં જોડાશે. દ્રવિડે રાહુલ વિશે કહ્યું, “તેણે ઘણું સારું કર્યું છે. તેની પ્રગતિ ઘણી સારી છે. પરંતુ તે પ્રથમ બે મેચમાં રમશે નહીં. આગામી કેટલાક દિવસો સુધી એનસીએમાં તેની દેખરેખ રાખવામાં આવશે.

ટીમ ઈન્ડિયા 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાનાર મેચની પ્લેઈંગ ઈલેવનમાં શ્રેયસ અય્યરને જગ્યા આપી શકે છે. તે ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. શુભમન ગિલ આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો

BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....

Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI New Governor: RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશેVASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસોLiquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશBuilders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 

રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!

Year Ender 2024: વર્ષ 2024માં ભારતના આ 2 મંદિરો સૌથી વધુ ચર્ચામાં રહ્યા

8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ

Embed widget