RR Vs DC : આજે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો, આ હોઈ શકે છે બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાનની ટીમમાં એક ફેરફાર કરવામાં આવી શકે છે. ઈજાગ્રસ્ત સ્ટોક્સની જગ્યાએ કોઈ નવા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવશે. જ્યારે દિલ્હીની ટીમમાં ટોમ કર્રનની જગ્યાએ કગીસો રબાડાને સામેલ કરવામાં આવી શકે છે.
RR Vs Dc: આઈપીએલ 2021 (IPL 2021)ની સાતમી મેચ આજે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals vs Rajasthan royals) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કેપિટલ્સે જીત સાથે આ સીઝનની શરુઆત કરી હતી જ્યારે રાજસ્થાનને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજસ્થાને (Rajasthan royals)આ સીઝનની પોતાની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ મોટો પડકાર આપ્યો હતો અને ટીમના કેપ્ટન સંજૂ સેમસને સદી ફટકારી હતી. જો કે રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, દિલ્હી વિરુદ્ધ મેચ પહેલા રાજસ્થાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે બેન સ્ટોક્સ (ben stokes) ટીમમાંથી બહાર થઈ ગયો છે તેની જગ્યાએ ડેવિડ મિલર કે લિયામ લિવિંગસ્ટોનને સામેલ કરવામાં આવી શકે છે.
દિલ્હી કેપિટલ્સને આ સીઝનની પોતાની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)વિરુદ્ધ જીત મળી હતી અને હવે કગીસો રબાડા (kagiso rabada)ની વાપસી અને તેનું બોલિંગ આક્રમણ વધુ મજબૂત બની ગયું છે. શિખર ધવન અને પૃથ્વી શોએ શાનદાર ઈનિંગ રમી ટીમને જીત અપાવી હતી અને ટીમના નવા કેપ્ટન રિષભ પંતે જીત સાથે સીઝનની શરુઆત કરી હતી.
રાજસ્થાનની ટીમમાં એક ફેરફાર કરવામાં આવી શકે છે. ઈજાગ્રસ્ત સ્ટોક્સની જગ્યાએ કોઈ નવા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવશે. જ્યારે દિલ્હીની ટીમમાં ટોમ કર્રનની જગ્યાએ કગીસો રબાડાને સામેલ કરવામાં આવી શકે છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન - પૃથ્વી શૉ, શિખર ધવન, અજિંક્ય રહાણે, રિષભ પંત ( કેપ્ટન અને વિકેટકીપર), શિમરન હેટમાયર, માર્ક્સ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, આર અશ્વિન, કગીસો રબાડા,. અમિત મિશ્રા અને આવેશ ખાન
રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન- મનન વોહરા, જોસ બટલર (વિકેટકીપર), સંજૂ સેમસન, ડેવિડ મિલર, શિવમ દુબે, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરિયા અને મુસ્તાફિઝૂર રહમાન