લોર્ડ્સ ટેસ્ટમાં અનોખી ઘટના: રવિન્દ્ર જાડેજાને બેટિંગ દરમિયાન ટોઇલેટ જવું પડ્યું, ચાલુ બેટિંગ દરમિયાન દોટ મૂકી ને પછી... જુઓ Video
સતત બેટિંગ અને ચાના વિરામનો સમય લંબાતા વોશરૂમની જરૂરિયાત ઊભી થઈ, મેચ અટકી.

Ravindra Jadeja toilet break: લોર્ડ્સ (Lord's) મેદાન પર ઇંગ્લેન્ડ (England) સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં એક અસામાન્ય ઘટના જોવા મળી, જ્યાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) બેટિંગ છોડીને ડ્રેસિંગ રૂમ (Dressing Room) તરફ દોડવું પડ્યું. જાડેજાએ પોતાની અડધી સદી પૂરી કરતાની સાથે જ તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને વોશરૂમ (Washroom) જવા માટે મેદાન છોડી દીધું. આ ઘટનાને કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી.
સતત બેટિંગ અને ચાના વિરામનો અભાવ બન્યો કારણ
રવિન્દ્ર જાડેજા પહેલા સત્રથી સતત બેટિંગ કરી રહ્યા હતા અને બીજા સત્રમાં પણ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. 150 બોલમાં પોતાની અડધી સદી પૂરી કર્યા પછી, તેમની ધીરજ ખૂટી ગઈ. સામાન્ય રીતે, સત્રના અંતે ચાનો વિરામ (Tea Break) હોય છે, પરંતુ ભારતની માત્ર એક જ વિકેટ બાકી હોવાને કારણે ચાના વિરામનો સમય લંબાવવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે જાડેજા ચાના વિરામની રાહ જોઈ શક્યા નહીં અને અડધી સદી પૂરી થતાં જ તેમને ડ્રેસિંગ રૂમ તરફ દોટ મૂકવી પડી.
મેદાન પર જાડેજાને અચાનક દોડતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તેમને વોશરૂમ જવાની તાત્કાલિક જરૂર પડી હતી.
Nervous work for Ravi Jadeja at Lord's... 😅
— Sky Sports Cricket (@SkyCricket) July 14, 2025
The Indian all-rounder runs off to use the facilities at the Home of Cricket 🚽 pic.twitter.com/Ap75u1BkZC
જાડેજાની લડાયક બેટિંગ
આ અસામાન્ય ઘટના છતાં, રવિન્દ્ર જાડેજાએ ભારત માટે અદભુત બેટિંગ કરી. ભારતની પાંચમી વિકેટ પડ્યા પછી તેમણે ઇનિંગની જવાબદારી સંભાળી લીધી. તેમણે પહેલા કેએલ રાહુલ (KL Rahul) સાથે 10 રનની ભાગીદારી કરી. ત્યારબાદ વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા. આ પછી, જાડેજા અને નીતિશ રેડ્ડી (Nitish Reddy) વચ્ચે 30 રનની મજબૂત ભાગીદારી થઈ. રેડ્ડીની વિકેટ પડ્યા પછી, જાડેજાએ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સાથે 35 રન ઉમેર્યા અને પછી મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) સાથે બેટિંગ કરી રહ્યા હતા. ચાના વિરામ સુધી ભારતને જીતવા માટે 30 રનની જરૂર હતી. જાડેજાની આ લડાયક ઇનિંગે ટીમને આશા અપાવી હતી, તેમ છતાં તેમને વચ્ચે મેદાન છોડવું પડ્યું તે એક યાદગાર ક્ષણ બની રહી.




















