RCB vs CSK: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 27 રને જીત્યું, પ્લે ઓફમાં મારી એન્ટ્રી
IPL 2024 RCB vs CSK LIVE Score: અહીં તમને રોયલ ચૈલેંજર્સ બેંગલુરુ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધીત તમામ અપડેટ્સ મળશે.

Background
IPL 2024 RCB vs CSK LIVE Score: શનિવારે સાંજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે. જો CSK જીતશે તો તે IPL 2024ના પ્લેઓફમાં પહોંચી જશે. જો આરસીબી જીતે છે તો તેના માટે એક સંભાવના બની શકે છે. પરંતુ તેણે મોટા માર્જિનથી જીતવું પડશે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના પણ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, RCB અને CSK વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે, આ સિઝનની કેટલીક મેચો વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં મેચ રદ્દ પણ કરવી પડી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 27 રને જીત
RCB vs CSK: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવ્યું છે. આ રીતે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 3 વિકેટે 110 રન
લોકી ફર્ગ્યુસને 12મી ઓવરમાં 19 રન આપ્યા હતા. આ ઓવરમાં રચિન રવિન્દ્રએ બે સિક્સર અને નો બોલ પર ફોર ફટકારી હતી. 12 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 3 વિકેટે 110 રન છે. રચિન રવિન્દ્ર 33 બોલમાં 58 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી છે. શિવમ દુબે 11 બોલમાં 4 રન બનાવીને રમતમાં છે.




















