DC vs RCB : બેંગ્લુરુની સતત પાંચમી હાર, રોમાંચક મેચમાં દિલ્હીએ 6 વિકેટથી હરાવ્યું
મહિલા પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
LIVE
Background
મહિલા પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સ્મૃતિ મંધાનાની આરસીબી ટીમ અત્યાર સુધીની ચારેય મેચ હારી ચૂકી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. દિલ્હીની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું
મહિલા પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
દિલ્હી કેપિટલ્સે ત્રણ વિકેટ ગુમાવીને 88 રન બનાવ્યા
11 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સે ત્રણ વિકેટ ગુમાવીને 88 રન બનાવ્યા છે. હવે દિલ્હીની ટીમને 54 બોલમાં 63 રનની જરૂર છે. હાલમાં જેમિમા રોડ્રિગ્સ અને મેરિજેન કેપ ક્રિઝ પર છે. આ પહેલા કેપ્ટન મેગ લેનિંગ આજે કંઈ ખાસ કરી શકી ન હતી અને 18 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 151 રનનો ટાર્ગેટ આપ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી એલિસ પેરીએ 52 બોલમાં 67 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય રિચા ઘોષે 16 બોલમાં 37 રન બનાવ્યા હતા.
આરસીબીને 13મી ઓવરમાં ત્રીજો ઝટકો
આરસીબીને 13મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. હિથર 12 બોલમાં 11 રન બનાવી શકી હતી. એલિસ પેરી અને રિચા ઘોષ હાલમાં ક્રિઝ પર છે. 14 ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર ત્રણ વિકેટે 68 રન છે.
આરસીબીને પહેલો ઝટકો લાગ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પહેલો ફટકો 24ના સ્કોર પર લાગ્યો હતો. કેપ્ટન સ્મૃતિ મંધાના 15 બોલમાં આઠ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે પોતાની ઇનિંગમાં બાઉન્ડ્રી ફટકારી હતી. એલિસ પેરી અને સોફી ડિવાઇન હાલમાં ક્રિઝ પર છે. પાંચ ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર એક વિકેટે 28 રન છે.