Rishab Pant Birthday: ઈશા નેગીએ રોમેન્ટીક અંદાજમાં ઋષભ પંતને બર્થડે વિશ કરતો વીડિયો શેર કર્યો, જુઓ શું લખ્યું?
ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો આજે 4 ઓક્ટોમ્બરના દિવસે 25મો જન્મદિવસ છે. આ ખાસ દિવસે પંતને લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
Rishab Pant Birthday: ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો આજે 4 ઓક્ટોમ્બરના દિવસે 25મો જન્મદિવસ છે. આ ખાસ દિવસે પંતને લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ બધી શુભેચ્છાઓ વચ્ચે ઋષભ પંત માટે એક ખાસ વ્યક્તિએ ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે. આ વ્યક્તિ છે પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી. ઈશા નેગીએ પંતને ઈંસ્ટા સ્ટોરીમાં એક વીડિયો શેર કરીને ખાસ બર્થડે વિશ કર્યું છે.
હેપ્પી બર્થ ડે માય લવઃ
તમને જણાવી દઈએ કે, ઈશા અને ઋષભ ઘણા લાંબા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. આ વાતનો ખુલાસો તેમણે પહેલાં જ સોશિયલ મીડિયા પર કર્યો હતો. ત્યારે હવે એક વાર ફરીથી ઈશા નેગીએ પંતના જન્મદિવસે બર્થ ડે વિશ કરતાં પ્રેમ વ્યક્ત કર્યો છે. ઈશાએ તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં તેણીએ ઋષભ પંતનો એક વીડિયો શેર કર્યો છે જેમાં પંતના ઘણા બધા ફોટો છે. આ વીડિયો ઉપર ઈશાએ લખ્યું છે 'હેપ્પી બર્થ ડે માય લવ.' આ સાથે ઈશાએ દિલનું ઈમોજી પણ મુક્યું છે અને ઋષભ પંતને ટેગ પણ કર્યો છે. ઈશાનો આ ખાસ અંદાજ પંતને જરુર પસંદ આવ્યો હશે.
કોણ છે ઈશા નેગીઃ
તમને જણાવી દઈએ કે, ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ઉત્તરાખંડની છે અને તે એક ઈન્ટીરીયર ડિઝાઈનર છે. ઈશા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. વર્ષ 2022ની આઈપીએલ દરમિયાન તે ઘણી વખત ઋષભ પંતને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પણ પહોંચતી જોવા મળતી હતી. ઈશા સોશિયલ મીડિયા પર ઘણી વખત તેના ખાસ ફોટો અને વીડિયો પણ શેર કરતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપમાં ઋષભ પંતની ટીમ ઈન્ડિયા માટે પસંદગી થઈ ચુકી છે. હવે ટી20 વર્લ્ડ કપને શરુ થવામાં 2 અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે. આ મેગા ઈવેન્ટની શરુઆત 16 ઓક્ટોમ્બરથી થશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 23 ઓક્ટોમ્બરના રોજ પાકિસ્તાન સામે રમશે.
આ પણ વાંચો...