શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ વિનિંગ ઇનિંગ રમવાનો રિષભ પંતને મળ્યો ફાયદો, આ મોટી કંપનીએ કર્યો કરાર
ગાબામાં ભારતને પ્રથમ વખત ટેસ્ટ મેચ જીત્યા બાદ પંતે કહ્યું, આ મારા જીવના અત્યાર સુધીનો યાદગાર સમય છે
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બ્રિસ્બેનમાં ચોથી અને સૌથી મહત્ત્વની ટેસ્ટ મેચમાં મેચ વિનિંગ ઇનિંગ રમનાર રિષપ પંતને જેએસડબલ્યૂ સ્પોર્ટ્સની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. તે અંતર્ગત હવે કંપની રિષભ પંતના કોમર્શિયલ અને માર્કેટિંગ રાઈટ્સ જોશે, બુદવારે જેએસડબલ્યૂ સ્પોર્ટ્સે રિષપ પંતની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરવાને લઈને જાણકારી આપી.
જેએસડબલ્યૂ સ્પોર્ટ્સ કંપની મુખ્ય રીતે ઓલમ્પિક રમત, કબડ્ડી અને ફુટબોલ સાથે જોડાયેલ ખેલાડીઓનું કામ જોવે છે. પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે કંપનીએ ક્રિકેટના ખેલાડી સાથે કરાર કર્યો છે. કંપનીએ આ પહેલા ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા પહેલવાન સાક્ષી મલિક અને સ્ટાર પહેલવાન બજરંગ પૂનિયાની સાથે પણ કરાર કર્યો હતો. જણાવીએ કે, આ પહેલા પંત કાર્નરસ્ટોન સ્પોર્ટ્સ એન્ડ ઇન્ટરનેટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની સાથે જોડાયેલ હતા.
મેચ બાદ પંતે આપી પોતાની પ્રતિક્રિયા
ગાબામાં ભારતને પ્રથમ વખત ટેસ્ટ મેચ જીત્યા બાદ પંતે કહ્યું, “આ મારા જીવના અત્યાર સુધીનો યાદગાર સમય છે. હું એ વાતને લઈને ખુશ છું કે સપોર્ટ સ્ટાફ અને મારી ટીમના તમામ સાથીઓએ ત્યારે મારો સાથ આપ્યો જ્યારે હું રમી રહ્યો ન હતો. આ સપના જેવી સીરીઝ રહી છે.” તેમણે આગળ કહ્યું, “ટીમ મેનેજમેન્ટે હંમેશા મારો સાથ આપ્યો અને હંમેશા કહ્યું કે, તમે મેચ વિજેતા ખેલાડી છો અને તમારે ટીમ માટે મેચ જીતવાની છે. હું દરરોજ વિચારતો હતો કે મારે ભારત માટે મેચ જીતવી છે અને મેં આજે એ કર્યું.”
ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion