Rishabh Pantના કાર અકસ્માતનું કારણ આવ્યુ સામે, પંત એકલો કાર ચલાવીને જઇ રહ્યો હતો ને.......
રિપોર્ટ પ્રમાણે, ઋષભ પંત એકલો હતો અને તે કાર ડ્રાઇવ કરીને રુડકી જઇ રહ્યો હતો, આ દરમિયાને તેને આંખોમા ઝોકુ આવી ગયુ અને આ દુર્ઘટના ઘટી હતી.
Rishabh Pant Accident: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંતની કારનો અકસ્માત થઇ ગયો છે, તે રૂડકી જઇ રહ્યો હતો, પંત આ દરમિયાન દૂર્ઘટનાનો શિકાર થઇ ગયો અને તેને માથા, પીઠ અને પગના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક્સિડેન્ટની તસવીરો પણ હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. પરંતુ હવે આ કાર અક્સમાત થવા પાછળનુ એક મોટુ અને અસલી કારણ સામે આવ્યુ છે.
રિપોર્ટ પ્રમાણે, ઋષભ પંત એકલો હતો અને તે કાર ડ્રાઇવ કરીને રુડકી જઇ રહ્યો હતો, આ દરમિયાને તેને આંખોમા ઝોકુ આવી ગયુ અને આ દુર્ઘટના ઘટી હતી. આ કારણે આ દુર્ઘટના ઘટી હતી.
આ અકસ્માતમાં એક ખાસ વાત એ છે કે તે કારમાં એક જ હતો અને ખુદ ચલાવી રહ્યો હતો, પંતે બતાવ્યુ કે તેને ઊંઘ આવી ને ઝોકાના કારણે બેલેન્સ બગડી ગયુ, કાર રેલિંગ સાથે ટકરાઇ. પંત કારનો કાંચ તોડીને બહાર નીકળ્યો હતો, તેને આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પહોંચી હતી.
પંત દિલ્લીધી ઉત્તરાખંડના રુડકી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પંત કારમાં એકલો જ હતો અને પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતને ઝોકું આવી જતાં તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી. કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને પણ માંડ માંડ કારમાંથી બહાર કઢાયો હતો. પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે. શરૂઆતમા તેને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો પણ તે પીઠ તથા બીજા ભાગે દાઝી ગયો હોવાથી તેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે પણ પંત શરીરે ઘણી જગાએ દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે દિલ્લી મોકલવામાં આવ્યો છે.
A very much thank you to these guys who helped Rishabh pant this quickly 🙏#RishabhPant pic.twitter.com/2jEUxEk72b
— Rishabh pant fans club (@rishabpantclub) December 30, 2022