શોધખોળ કરો

Rishabh Accident : ઉંઘ નહીં પણ આ કારણે સર્જાયો હતો અકસ્માત, ખુદ ઋષભ પંતે જ કર્યો ખુલાસો

રૂરકી બાદ ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પંતને મળવા માટે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની એક ટીમ પણ અહીં પહોંચી હતી.

Rishabh Pant Car Accident: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતના કાર અકસ્માત કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પંતે પોતે આ ખુલાસો કર્યો છે. અકસ્માત બાદ જ્યારે પંતને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પંતે કહ્યું હતું કે, ઉંઘનું ઝોકું આવી જવાના કારણે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

રૂરકી બાદ ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પંતને મળવા માટે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની એક ટીમ પણ અહીં પહોંચી હતી. આ દરમિયાન ઋષભ પંતે ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માને મળીને નવો ખુલાસો કર્યો છે. શ્યામ શર્માએ એજન્સીને આ માહિતી આપી છે.

ખાડો બચાવવાના પ્રયાસમાં પંતનો અકસ્માત થયો હતો

જ્યારે શ્યામ શર્મા ઋષભ પંતને તેની હાલત વિશે પૂછવા ગયા હતાં ત્યારે અકસ્માત કેવી રીતે થયો? તેના વિશે પણ વાત કરી હતી. તેના પર પંતે ખુલાસો કરતા કહ્યું હતું કે, એક ખાડો સામે આવી ગયો હતો. તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હતો. શ્યામ શર્માને પૂછવામાં આવ્યું હતું કે પંતે અકસ્માતનું શું કારણ આપ્યું? તેના પર ડીડીસીએના ડિરેક્ટરે એજન્સીને જણાવ્યું હતું કે, રાતનો સમય હતો... તે દરમિયાન રોડ પર ખાડો આવી ગયો હતો. તેને બચાવવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયો હતો.

BCCI લંડનમાં પંતની સારવાર અંગે નિર્ણય લેશે

શ્યામ શર્માએ કહ્યું હતું કે, ઋષભ પંતને હાલ એરલિફ્ટ કરવાની જરૂર નથી. હાલ તેને દિલ્હી પણ નહીં શિફ્ટ કરવામાં આવે. જો ઋષભ પંતને લિગામેંટ્સની સારવાર માટે લંડન લઈ જવો પડશે તો તેનો નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવશે. BCCI ઋષભ પંતને ગમે ત્યાં શિફ્ટ કરવાનો નિર્ણય લેશે. ઋષભ પંતને હાલ થોડો દુખાવો જરૂર છે પરંતુ તે હાલ આ દર્દમાં પણ મુસ્કુરાઈ રહ્યો છે. બીસીસીઆઈ તમામ ડોક્ટરોના પણ સંપર્કમાં છે.

ઋષભ પંત બે મહિનામાં મેદાન પર પાછો ફરશે

ડીડીસીએના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ કહ્યું હતું કે, ઋષભ પંતના અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, તેને ગંભીર ઈજા થઈ નથી. અમને આશા છે કે પંત 2 મહિનામાં મેદાનમાં પાછો ફરશે. DDCAના ડિરેક્ટર શ્યામ શર્મા ઋષભ પંતને મળવા દેહરાદૂન પહોંચ્યા હતાં અને BCCI ઋષભ પંતને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યું છે.

ઋષભ પંત પોતે કાર ચલાવીને રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો

ઉલ્લેખનીય છે કે ઋષભ પંતની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામેની આગામી સીરીઝ માટે પસંદ કરવામાં આવી ન હતી. ત્યાર બાદ તે પોતાની કારમાં રૂડકી જઈ રહ્યો હતો. દરમિયાન આ કાર અકસ્માત રૂરકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થયો હતો. પંત કારમાં એકલો તો અને પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. આ અગાઉ અકસ્માત બાદ પંતે કહ્યું હતું કે, ડ્રાઇવિંગ કરતી વખતે તેને ઝોકુ આવી ગયું હતું અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. પંતે કહ્યું હતું કે, તેને વિન્ડ સ્ક્રીન તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
Embed widget