શોધખોળ કરો
Advertisement
રીષભ પંતને થઈ છે શું ગંભીર ઈજા ? આઈપીએલની બાકીની મેચોમાં રમશે કે નહીં ?
દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલા જ પોતાના ખેલાડીઓની ઇજાને કારણે મુશ્કેલીમાં છે.
નવી દિલ્હીઃ આઆપીએલ લીગની 13મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમે મિડ સિઝન સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સની ટીમ 7માંથી પાંચ મેચ જીતીને પ્લે ઓફમાં પહોંચવાની પ્રબળ દાવેદાર બની ગઈ છે. પરંતુ દિલ્હીની ટીમન આ સીઝનમાં મોટા ઝાટકા લાગવાનું પણ ચાલુ છે. દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન પંતની આ સીઝનની બાકીની મેચમાં રમવાને લઈને સ્પષ્ટતા નથી.
રિપોર્ટ્સ અનુસાર રીષભ પંત ગ્રેડ વન ટિયરનો સામનો કરી રહ્યો છે. આ ઇજાને કારણે પંત આગળની અનેક મેચમાંથી બહાર રેવાનું નક્કી છે. દિલ્હી કેપિટલ્સે કહ્યું કે, “પંત ગ્રેડ વન ટિયરનો સામનો કરી રહ્યો છે. પંત પર નજર રાખવામાં આવી રહી છે અને આશા છે કે તે ટૂંકમાં જ ઠીક થઈ જશે.”
દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન રીષભ પંત આ ઇજાને કારણે મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ મેચમાં પણ રમી શક્યો ન હતો. રિષભ પંત રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ વરૂણ અરૂણનો કેચ લેતા સમયે પડી ગયો હતો અને ત્યારે જ તેને ગ્રેડ વનય ટિયરની ઈજા થઈ હતી.
દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલા જ પોતાના ખેલાડીઓની ઇજાને કારણે મુશ્કેલીમાં છે. દિલ્હી કેપિટલ્સે સોમવારે ફાસ્ટ બોલર ઇશાંત શર્માની આ સીઝનમાંથી બહાર થવાની જાણકારી આપી. દિલ્હી કેપિટલ્સની ટીમ ઇશાંત શર્મના રિપ્લેસમેન્ટ શોધી રહી છે.
આ પહેલા ટીમના સ્ટાર સ્પિનર અમિત મિશ્રા આંગળીમાં ઇજાને કારણે બહાર થઈ ગયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ રમાયેલ મેચમાં અમિત મિશ્રાને રાણાનો કેચ લેતા સમયે ઇજા થઈ હતી. દિલ્હી કેપિટલ્સ માટે જોકે અશ્વિન ઠીક થઈ જતા રાહત મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement