Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો
બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસની રમતના અંતે સાત વિકેટના નુકસાન પર 338 રન બનાવી લીધા છે
Rishabh Pant Record India vs England: બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસની રમતના અંતે સાત વિકેટના નુકસાન પર 338 રન બનાવી લીધા છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 98 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ ઈનિંગ્સને સંભાળી હતી અને ભારતના સ્કોરને 250 રન સુધી લઇ ગયા હતા. દરમિયાન પંતે પોતાની સદી પુરી કરી હતી. તે સિવાય જાડેજાએ અડધી સદી પણ ફટકારી હતી. સદીની સાથે પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
.@RishabhPant17 scored a stunning 146 as he brought up his 5⃣th Test ton & was our top performer from Day 1 of the #ENGvIND Edgbaston Test. 👏 👏 #TeamIndia
— BCCI (@BCCI) July 1, 2022
A summary of his knock 🔽 pic.twitter.com/31d1j8yBgo
રિષભ પંત ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ મહેન્દ્ર સિંહ ધોની અને સૈયદ કિરમાણી પણ ટેસ્ટ મેચમાં 2000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. આ સાથે પંતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. તે એશિયા બહાર ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ સદીના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ મામલામાં વીરેન્દ્ર સેહવાગ પ્રથમ અને મોહમ્મદ અઝહરુદ્દીન પ્રથમ સ્થાને છે.
પંત એક કેલેન્ડર વર્ષમાં બે સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ રિદ્ધિમાન સહા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. સહાએ વર્ષ 2017માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે ધોનીએ આ કારનામું વર્ષ 2009માં કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ તે પછી પંત અને જાડેજાએ ઇનિંગ્સને સંભાળી લીધી હતી. આ બંને બેટ્સમેનોની ઇનિંગ્સની મદદથી ભારતનો સ્કોર 250 રનને પાર થયો હતો. પ્રથમ દિવસના રમતના અંતે જાડેજા 83 અને મોહમ્મદ શમી શૂન્ય રન પર રમતમાં છે.