Watch: ટી20 વર્લ્ડકપમાં મોટી ચૂક, ફેને ચાલુ મેચમાં ગ્રાઉન્ડ પર જઇ રોહિત શર્માને પકડી લીધો, પોલીસ આવતા જ......
Rohit Sharma Fan Breached Security T20WC 2024: T20 વર્લ્ડકપ 2024ની છેલ્લી વૉર્મ-અપ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું
Rohit Sharma Fan Breached Security T20WC 2024: T20 વર્લ્ડકપ 2024ની છેલ્લી વૉર્મ-અપ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ મેચનો એક સીન વાયરલ થયો હતો, જેમાં રોહિત શર્માનો એક પ્રશંસક સિક્યૉરિટીથી બચીને મેચ દરમિયાન રોહિતને મળવા મેદાનમાં આવ્યો હતો. રોહિત શર્માની આવી સિક્યૂરિટી બ્રીચિંગની ઘટનાને લઇને અનેક સવાલો ઉભા થાય છે.
ફેને અમેરિકન પોલીસને આપ્યો ચકમો
ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં સુરક્ષામાં ખામીઓ જોવા મળી હતી. મેચ દરમિયાન એક ફેન રોહિત શર્માને મળવા માટે મેદાન પર દોડી ગયો હતો અને હિટમેનને ગળે પણ લગાવ્યો હતો. જો કે, અમેરિકન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેને પકડી લીધો, જ્યારે રોહિત શર્મા તેને શાંત રહેવા માટે કહી રહ્યો હતો.
The fan who breached the field and hugged Rohit Sharma was taken down by the USA police.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024
- Rohit requested the officers to go easy on them. pic.twitter.com/MWWCNeF3U2
વૉર્મ અપ મેચમાં આ ખેલાડીઓએ બતાવ્યો દમ
ઋષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અર્શદીપસિંહે બાંગ્લાદેશ સામેની ભારતની એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી ટ્રોફી જીતવાની ચાહકોની આશાને પાંખો આપી હતી. ઋષભ પંતે 32 બોલમાં 165.62ની સ્ટ્રાઈક રેટથી 53 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 173.91ના સ્ટ્રાઈક રેટથી 23 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 3 ઓવરમાં 4.33ની ઈકોનોમી સાથે 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે પણ 3 ઓવરમાં 4 રન આપીને 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ મેચ સમરી
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા અને બાંગ્લાદેશને 183 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શકી હતી. જે બાદ ભારતે 60 રને મેચ જીતી લીધી હતી.