શોધખોળ કરો
ઇંગ્લેન્ડ સામેની તાબડતોડ બેટિંગથી આ બેટ્સમેનને થયો ફાયદો, પહોંચ્યો ICC ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ-10માં, જુઓ લિસ્ટ....
ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં દમદાર પ્રદર્શનના કારણે રોહિત શર્માને બેટિંગમા મોટો ફાયદો થયો છે, રોહિત સાત પૉઇન્ટનો કુદકો લગાવીને સીધો ટૉપ ટેનમાં પહોંચી ગયો છે, હાલની નવી ટેસ્ટ રેન્કિંગમાં રોહિત 8માં નંબર પર પહોંચી ચૂક્યો છે

નવી દિલ્હીઃ આઇસીસીએ પોતાની નવુ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધુ છે. આ રેન્કિંગમાં એક આશ્ચર્યજનક રીતે મોટો ફેરફાર જોવા મળ્યો છે. રોહિત શર્માને આ ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે, અને ટૉપ ટેનમાં પહોંચ્યો છે. ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં દમદાર પ્રદર્શનના કારણે રોહિત શર્માને બેટિંગમા મોટો ફાયદો થયો છે, રોહિત સાત પૉઇન્ટનો કુદકો લગાવીને સીધો ટૉપ ટેનમાં પહોંચી ગયો છે, હાલની નવી ટેસ્ટ રેન્કિંગમાં રોહિત 8માં નંબર પર પહોંચી ચૂક્યો છે. ખાસ વાત છે આ રોહિત શર્માની ટેસ્ટમાં મોટી ઉપલબ્ધિ છે. નવા લિસ્ટમાં ભારતીય ટીમના ત્રણ બેટ્સમેનોને સ્થાન મળ્યુ છે, જેમાં વિરાટ કોહલી નંબર 5 પર છે, રોહિત નંબર 8 પર અને ચેતેશ્વર પુજારા નંબર 10 પર છું. ICC ટેસ્ટ રેન્કિંગ.... 1 કેન વિલિયમસન 919 પૉઇન્ટ (ન્યૂઝીલેન્ડ) 2 સ્ટીવ સ્મિથ 891 પૉઇન્ટ (ઓસ્ટ્રેલિયા) 3 માર્નસ લાબુશાને 878 પૉઇન્ટ (ઓસ્ટ્રેલિયા) 4 જૉ રૂટ 853 પૉઇન્ટ (ઇંગ્લેન્ડ) 5 વિરાટ કોહલી 836 પૉઇન્ટ (ભારત) 6 બાબર આઝમ 760 પૉઇન્ટ (પાકિસ્તાન) 7 હેનરી નિકોલસ 747 પૉઇન્ટ (ન્યૂઝીલેન્ડ) 8 રોહિત શર્મા 742 પૉઇન્ટ (ભારત) 9 ડેવિડ વોર્નર 724 પૉઇન્ટ (ઓસ્ટ્રેલિયા) 10 ચેતેશ્વર પુજારા 708 પૉઇન્ટ (ભારત)
વધુ વાંચો




















