શોધખોળ કરો

CPL 2025: એક જ બોલ પર ફટકાર્યા 22 રન, CPLમાં બન્યો આ અનોખો રેકોર્ડ

CPL 2025: કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2025) માં પણ આવી જ એક ઘટના બની, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા

CPL 2025: ક્રિકેટના મેદાન પર દરરોજ આશ્ચર્યજનક કારનામા બનતા જોવા મળી રહ્યા છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2025) માં પણ આવી જ એક ઘટના બની, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ગુયાના એમેઝોન વોરિયર્સ અને સેન્ટ લુસિયા કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક જ બોલ પર 22 રન બન્યા હતા. સેન્ટ લુસિયાના બોલર ઓશેન થોમસની ઓવરમાં આ અનોખો રેકોર્ડ બન્યો હતો.

એક બોલ પર 22 રન કેવી રીતે બન્યા?

આ ઘટના મેચની 15મી ઓવરમાં બની હતી. તે સમયે રોમારિયો શેફર્ડ અને ઇફ્તિખાર અહેમદ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર થોમસે પહેલા નો-બોલ ફેંક્યો જેના પર કોઈ રન ન બન્યો હતો. પછી તેણે પછીનો બોલ વાઈડ ફેંક્યો. આ પછી થોમસે સતત બે વધુ નો-બોલ ફેંક્યા, જેના પર શેફર્ડે બે શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. શેફર્ડે થોમસના પછીના માન્ય બોલ પર પણ છગ્ગો ફટકાર્યો. આ રીતે ફક્ત એક જ બોલ પર કુલ 22 રન બન્યા અને સ્ટેડિયમમાં હાજર દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા.

રોમારિયો શેફર્ડની વિસ્ફોટક બેટિંગ

ગુયાના તરફથી રોમારિયો શેફર્ડે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 34 બોલમાં અણનમ 73 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ઘણા આકર્ષક શોટ જોવા મળ્યા. આ ઉપરાંત શાઈ હોપ (23), બેન મેકડરમોટ (30) અને ઇફ્તિખાર અહેમદ (33) એ પણ પોતાની બેટિંગથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વોરિયર્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા.

સેન્ટ લુસિયાનો વિસ્ફોટક વિજય

203 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સેન્ટ લુસિયા કિંગ્સની શરૂઆત ખરાબ રહી પરંતુ તે પછી ટીમે શાનદાર વાપસી કરી હતી. અકીમ અગસ્તે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારીને CPL 2025નો સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. તેણે 73 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. તેની સાથે ટિમ સીફર્ટે પણ શાનદાર ઇનિંગ રમી હતી. આખરે કેપ્ટન વીજેએ 11 બોલ બાકી રહેતા ટીમને 4 વિકેટથી જીત અપાવી હતી.

પોઈન્ટ ટેબલમાં ફાયદો

આ જીત સાથે સેન્ટ લુસિયા કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓશેન થોમસ દ્વારા એક બોલ પર આપવામાં આવેલા 22 રન CPL ઇતિહાસમાં એક અનોખો અને યાદગાર રેકોર્ડ બની ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget