શોધખોળ કરો

RR vs GT Live Score: ગુજરાત ટાઈટન્સે સરળતાથી મેચમાં જીત મેળવી, રાજસ્થાનને 9 વિકેટથી આપી હાર

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે.

LIVE

Key Events
RR vs GT Live Score: ગુજરાત ટાઈટન્સે સરળતાથી મેચમાં જીત મેળવી, રાજસ્થાનને 9 વિકેટથી આપી હાર

Background

Rajasthan Royals vs Gujarat Titans, IPL 2023 Match 48th: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે.  બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનની શરૂઆતમાં જ્યારે આ બંને ટીમો આમને-સામને આવી હતી ત્યારે સંજુ સેમસનની ટીમે જીત મેળવી હતી.

હેડ ટુ હેડ રેકોર્ડ

IPL ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો અત્યાર સુધી 4 વખત એકબીજા સામે રમી છે. ગુજરાતે  3 મેચ જીતી છે.  રાજસ્થાનની ટીમ માત્ર એક જ વખત જીતી શકી હતી, જે તેણે આ સિઝનમાં જીતી હતી.

પિચ રિપોર્ટ

આ રોમાંચક મેચ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમની પીચની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધીમાં અહીં 2 મેચ રમાઈ છે. આ બંને મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો વિજય થયો છે. જોકે, અત્યાર સુધી અહીં રમાયેલી 49 મેચોમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમ 32 વખત જીતી છે.

રાજસ્થાન રોયલ્સ  સંભવિત પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

ગુજરાત ટાઇટન્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ. 

22:43 PM (IST)  •  05 May 2023

ગુજરાતની શાનદાર જીત

ગુજરાત ટાઇટન્સે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. આ સિઝનની તેની સાતમી જીત છે. તેના હવે 10 મેચમાં 14 પોઈન્ટ છે. ગુજરાતની ટીમ માત્ર ત્રણ મેચ હારી છે. બીજી તરફ આ હાર બાદ રાજસ્થાન ચોથા સ્થાને છે. તેના 10 મેચમાં 10 પોઈન્ટ છે. રાજસ્થાનને પાંચ જીત અને પાંચમાં હાર મળી છે.  ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને તેના ઘરે આસાનીથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરીને રાજસ્થાન રોયલ્સ ટીમ 118 રન જ બનાવી શકી હતી. આ પછી ગુજરાતે માત્ર 13.5 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ 15 બોલમાં અણનમ 39 અને રિદ્ધિમાન સાહાએ અણનમ 41 રન બનાવ્યા હતા.

21:56 PM (IST)  •  05 May 2023

ગુજરાતને 119 રનનો આસાન ટાર્ગેટ

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 17.5 ઓવરમાં 118 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ગુજરાતને 119 રનનો આસાન ટાર્ગેટ મળ્યો છે. ગુજરાતના બોલરોનું શાનદાર પ્રદર્શન. રાશિદ ખાને ત્રણ અને નૂર અહેમદે બે વિકેટ લીધી હતી. 

20:46 PM (IST)  •  05 May 2023

13 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 87 રન

RR vs GT Live: રાજસ્થાન રોયલ્સની ટીમે 13 ઓવર બાદ 7 વિકેટ ગુમાવી 87 રન બનાવ્યા છે. રાજસ્થાનની ટીમની શરુઆત ખૂબ જ ખરાબ થઈ હતી. 

20:21 PM (IST)  •  05 May 2023

રાશિદે ગુજરાત ટાઇટન્સને ચોથી સફળતા અપાવી

રાશિદ ખાને ગુજરાત ટાઇટન્સને ચોથી સફળતા અપાવી હતી. તેણે આઠમી ઓવરના છેલ્લા બોલ પર રવિચંદ્રન અશ્વિનને ક્લીન બોલ્ડ કર્યો હતો. અશ્વિન છ બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો. 

20:11 PM (IST)  •  05 May 2023

રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો લાગ્યો

રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો સાતમી ઓવરના પાંચમા બોલ પર લાગ્યો હતો. રાજસ્થાન કેપ્ટન સંજુ સેમસન  20 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. તેણે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. રાજસ્થાને સાત ઓવરમાં ત્રણ વિકેટે 61 રન બનાવ્યા છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
General Knowledge: આંખના પલકારામાં તબાહી મચાવી શકે છે વિશ્વ આ નેતાઓ, જેમની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ
General Knowledge: આંખના પલકારામાં તબાહી મચાવી શકે છે વિશ્વ આ નેતાઓ, જેમની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ
Sarfaraz Khan:  ભારતને લાગ્યો મોટો આંચકો! પર્થમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ઘાયલ થયો સરફરાઝ ખાન
Sarfaraz Khan: ભારતને લાગ્યો મોટો આંચકો! પર્થમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ઘાયલ થયો સરફરાઝ ખાન
Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ
Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ
Health Tips: 21 દિવસ સતત ખાલી પેટે પીવો પાણી, અનેક બીમારીઓ સામે મળશે રક્ષણ
Health Tips: 21 દિવસ સતત ખાલી પેટે પીવો પાણી, અનેક બીમારીઓ સામે મળશે રક્ષણ
Embed widget