RR vs MI: રાજસ્થાને મુંબઈને 9 વિકેટે હરાવ્યું
RR vs MI Live Score, IPL 2024: અહીં તમને રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
IPL 2024 RR vs MI: આજે (22 એપ્રિલ, સોમવાર) IPL 2024ની 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે. જયપુરમાં રમાનાર આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી મહત્વની રહેશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આવી સ્થિતિમાં ટીમ રાજસ્થાન સામે જીત મેળવીને પોતાની સ્થિતિ સુધારવા માંગશે.
બીજીબાજુ રાજસ્થાન રોયલ્સ 7 મેચમાં 6 જીતીને ટેબલ ટોપર છે. મુંબઈ સામેની મેચ જીતીને રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પોતાનું સ્થાન જાળવી રાખવા ઈચ્છશે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેચમાં ઉતરવા ઈચ્છશે. તો ચાલો જાણીએ કે આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હશે. આ સિવાય અમે તમને મેચની આગાહી અને પિચ રિપોર્ટ સહિતની તમામ માહિતી આપીશું.
પીચ રિપોર્ટ
જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ તેની બેટિંગ ફ્રેન્ડલી પિચ માટે જાણીતું છે. અહીં રમાયેલી મેચોમાં સૌથી મોટો સ્કોર 196 રનનો છે. અહીં બંને ઇનિંગ્સમાં મોટો સ્કોર જોવા મળી રહ્યો છે. જો કે, અહીં ઝાકળની વધુ અસર થતી નથી. આવી સ્થિતિમાં બીજા દાવમાં બેટિંગ કરનાર ટીમને વધુ ફાયદો નથી મળતો. વિકેટમાં સ્પિનરો માટે મદદ જોવા મળી રહી છે. જેમ જેમ મેચ આગળ વધે તેમ સ્પિનરો વધુ અસરકારક બને છે.
બન્ને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ
મુંબઈ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. આ મેચોમાં મુંબઈ 15 જીત સાથે આગળ છે. બીજીબાજુ રાજસ્થાને 13 જીત હાંસલ કરી છે. બંને વચ્ચેની મેચ અનિર્ણિત રહી છે.
રાજસ્થાને મુંબઈને 9 વિકેટે હરાવ્યું
IPL 2024ની 38મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલે 60 બોલમાં 104 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 7 છગ્ગા આવ્યા હતા. જ્યારે કેપ્ટન સંજુ સેમસન 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને 179 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને આઠ બોલ બાકી રહેતાં આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. જયસ્વાલ અને બટલરના કેચ છોડવા મુંબઈને મોંઘા પડ્યાં એમ કહેવું ખોટું નહીં હોય.
રાજસ્થાનનો સ્કોર 135/1
14 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર એક વિકેટે 135 રન છે. રાજસ્થાનને હવે 36 બોલમાં જીતવા માટે માત્ર 45 રનની જરૂર છે. જયસ્વાલ 43 બોલમાં 75 રન અને સેમસન 16 બોલમાં 22 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 34 બોલમાં 61 રનની ભાગીદારી છે.
રાજસ્થાનની પ્રથમ વિકેટ પડી
પિયુષ ચાવલાએ 8મી ઓવરના છેલ્લા બોલ પર રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો આપ્યો હતો. ચાવલાએ જોસ બટલરને બોલ્ડ આઉટ કર્યો હતો. બટલર 25 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. 8 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર એક વિકેટે 74 રન છે.
રાજસ્થાનની તોફાની શરૂઆત વચ્ચે વરસાદનું વિઘ્ન
6 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 61 રન છે. છઠ્ઠી ઓવરમાં કુલ 17 રન આવ્યા. નુવાન તુશારાની ઓવરમાં કુલ 4 ચોગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાનને જીતવા માટે 84 બોલમાં 119 રન બનાવવાના છે. જો કે હવે મેચ શરૂ નહીં થાય તો રાજસ્થાન જીતશે. DL પદ્ધતિથી રાજસ્થાન 20 રનથી આગળ છે.
રાજસ્થાનનો સ્કોર 44/0
જસપ્રીત બુમરાહે 5મી ઓવરમાં 9 રન આપ્યા હતા. રાજસ્થાને હવે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 44 રન બનાવી લીધા છે. જયસ્વાલે 23 અને બટલરે 19 રન બનાવ્યા છે.