શોધખોળ કરો

Russell Domingo Resign: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કોચ ડોમિંગોએ આપ્યું રાજીનામું, ભારત સામે ટેસ્ટ સીરિઝમાં મળેલી હાર બાદ લીધો નિર્ણય

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રસેલ ડોમિંગોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Russell Domingo Bangladesh: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રસેલ ડોમિંગોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.   તેમનો કાર્યકાળ વર્લ્ડ કપ 2023 સુધી ચાલવાનો હતો. પરંતુ ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ આ નિર્ણય લીધો છે. તે સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશી ટીમ સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા હતા. સ્ટીવ રોડ્સની જગ્યાએ ડોમિંગોની પસંદગી કરવામાં આવી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ જલાલ યુનુસે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

બાંગ્લાદેશના મુખ્ય કોચ ડોમિંગોએ તેમનો કાર્યકાળ પૂરો કર્યા વિના રાજીનામું આપી દીધું છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, તેમનો કાર્યકાળ 2023 વર્લ્ડ કપ સુધી ચાલવાનો હતો. પરંતુ તેમણે પહેલા જ રાજીનામું આપી દીધું છે. રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સ ચેરમેન જલાલ યુનુસે આ વાતની પુષ્ટી કરી છે. ડોમિંગોના રાજીનામા પર તેમણે કહ્યું કે, તેમણે મંગળવારે જ પોતાનું રાજીનામું મોકલી દીધું અને તાત્કાલિક અસરથી પદ છોડી દીધું.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસને સોમવારે સંકેત આપ્યો કે તેઓ ડોમિંગોના પ્રદર્શનથી ખુશ નથી. Cricbuzz અનુસાર, તેમણે કહ્યું હતું કે, "અમે લાંબા ગાળાની યોજના સાથે આગળ વધવા માંગીએ છીએ, શોર્ટ ટર્મ પ્લાન નથી જોઈતા." આ ત્રણથી ચાર વર્ષની યોજના છે અને આ સમય દરમિયાન જરૂર મુજબ ફેરફારો કરવામાં આવશે.

બાંગ્લાદેશે ડોમિંગોના કોચિંગ હેઠળ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે T20I શ્રેણી જીતી જ્યારે ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ વિજય અને દક્ષિણ આફ્રિકામાં વન-ડે મેચમા વિજય પણ હાંસલ કર્યો. પરંતુ ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા તેણે વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.

Cricket Record: વર્લ્ડ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બની આ ઘટના, પાકિસ્તાનના આ બેટ્સમેને મેળવી અનોખી સિદ્ધી

કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં મેચના બીજા દિવસ સુધી બે સદી ફટકારવામાં આવી છે અને બંને પાકિસ્તાનના બેટ્સમેનો તરફથી આવી છે. બીજી સદી આગા સલમાનના બેટમાંથી આવી. સલમાને સદી ફટકારતાની સાથે જ વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જાયો હતો. સલમાનના બેટમાંથી નીકળેલી સદી 2022ની અત્યાર સુધીની 200મી સદી છે. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 સદી ફટકારવામાં આવી હોય. સલમાનની કારકિર્દીની આ પ્રથમ ટેસ્ટ સદી છે. તેણે 11 ઇનિંગ્સ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. સલમાને 155 બોલમાં 127 ચોગ્ગાની મદદથી 66.45ના સ્ટ્રાઈક રેટ સાથે 103 રનની પ્રથમ સદીની ઇનિંગ રમી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Embed widget