શોધખોળ કરો

Sachin Tendulkar Corona: સચિન તેંડુલકર થયો કોરોનાથી સંક્રમિત, ખુદ ટ્વવીટ કરીને આપી જાણકારી

સચિને ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) રોકેટ ગતિએ વધી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટી ઝપેટમાં આવી ચુક્યા છે. ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટના ભગવાન (God of Cricket) તરીકે ઓળખાતો સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. સચિને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

સચિને ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું અને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરી રહ્યો છું. મને મદદ કરનારા તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો હું આભાર માનું છું. તમારી કાળજી રાખજો.

સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં તાજેતરમાં ઇન્ડિયા લિજેન્ડ્સને વર્લ્ડ રોડ સેફ્ટી ટી 20 સિરીઝનો ખિતાબ જીત્યો હતો.. 21 માર્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. સચિને ફાઈનલ મેચમાં 30 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર આ ટૂર્નામેન્ટમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર હતો. તેણે સાત મેચમાં ત્રણ અડધી સદીની મદદથી 233 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન, તેનો સ્ટ્રાઇક રેટ 139 ની આસપાસ હતો.

સચિને 200 ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. જેમાં તેણે 51 સદી અને 68 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 248 રન નોટઆઉટ છે. જ્યારે 463 વન ડેમાં 18,426 રન ફટકાર્યા છે. વન ડેમાં તેણે 49 સદી અને 96 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 200 રન છે. વન ડેમાં તેણે બેવડી સદી ફટકારાનારો પ્રથમ ક્રિકેટર છે.

દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અને ફરીથી કેસો વધવા લાગ્યા છે. 161 દિવસ બાદ 62 હજારથી વધારે કોરોના કેસ આયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,258 નવા કેસ અને 291 લોકોના મોત થયા છે. જ્યારે 30,386 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,19,08,910 થયા છે. જ્યારે 1સ12સ95,023 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 4,52,647 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,240 છે. દેશમાં કુલ 5,81,09,773 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.

અમદાવાદમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ચલાવનારા નહી પાળે આ નવો નિયમ તો થશે તોતિંગ દંડ, જાણો વિગત 

કોહલી-રાહુલની ધીમી બેટિંગના કારણે ભારત હાર્યું, બેટિંગ પિચ પર બંને કેટલા બોલ ખાઈ જતાં ભારતનો સ્કોર ઓછો થયો ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget