Video: આ ખેલાડીની સદી પર સચિન ફિદા, ડગ આઉટમાંથી ઉભા થઇને કરવા લાગ્યો આવા ઇશારા, વીડિયો વાયરલ
શનિવારે ઇન્ડિયા લીજેન્ડ્સ અને શ્રીલંકા લીજેન્ડ્સ વચ્ચે લીજેન્ડ્સ લીગ બીજી સિઝનની ફાઇનલ મેચ રમાઇ, આ મેચમાં સચિન, યુવરાજ સહિતના ખેલાડીઓ ફ્લૉપ સાબિત થયા હતા,
નવી દિલ્હીઃ જ્યાં એકબાજુ ભારતીય ટીમમે સાઉથ આફ્રિકા પર સીરીઝ 2-0થી ફતેહ કરી લીધી છે, ત્યાં બીજીબાજુ દિગ્ગજો ખેલાડીઓ લીજેન્ડ્સ લીગમાં તરખાટ મચાવી રહ્યાં છે. આમાં સીરીઝમાં મહાન ક્રિકેટર સચિન તેંદુલકર પણ રમી રહ્યો છે, અને ગઇકાલે એક ખાસ અંદાજમાં સચિનનુ રિએક્શન સામે આવ્યુ છે. ખરેખરમાં ટીમના સાથી ખેલાડી નમન ઓઝાએ ફાઇનલમાં સદી ફટકારતાં જ સચિન તેંદુલકર ખુશ થઇને ગદગદ થઇ ગયો હતો.
શનિવારે ઇન્ડિયા લીજેન્ડ્સ અને શ્રીલંકા લીજેન્ડ્સ વચ્ચે લીજેન્ડ્સ લીગ બીજી સિઝનની ફાઇનલ મેચ રમાઇ, આ મેચમાં સચિન, યુવરાજ સહિતના ખેલાડીઓ ફ્લૉપ સાબિત થયા હતા, પરંતુ સ્ટાર ઓપનર બેટ્સનેન નમન ઓઝાએ ભારતની લાજ રાખી, એટલુ જ નહીં તેને સદી ફટકારીને ટીમની જીત નક્કી કરી દીધી હતી. નમન ઓઝાએ 71 બૉલમાં 108 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં નમને 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા, આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 152 રહી હતી. વીડિયો વાયરલ
હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, નમન ઓઝાએ સદી ફટકારતાંની સાથે જ સચિન તેંદુલકર ખુશ થઇ ગયો હતો. ટીમનો કેપ્ટન સચિન ડગઆઉટમાં બેઠો હતો, તે ઉભો થઇ ગયો અને ઇશારા કરીને નમને કંઇક કહેવા લાગ્યો હતો, જોકે, સામે નમન ઓઝાએ પણ સચિનને પ્રણામ કર્યા હતા. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
#NamanOjha completes his century with a fabulous six😍
— Colors Cineplex (@Colors_Cineplex) October 1, 2022
Keep watching #RoadSafetyWorldSeries, live now only on #ColorsCineplex, @justvoot, @CCSuperhits and @Sports18.#IndiaLegends #SriLankaLegends #RSWS2022 pic.twitter.com/RQCEdCRsMO
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયા લીજેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન ઠોકી દીધા હતા, અને શ્રીલંકા લીજેન્ડ્સની હાર થઇ હતી, આ સાથે જ ઇન્ડિયા લીજેન્ડ્સે આ ટૂર્નામેન્ટમાં બીજી વાર ખિતાબ હાંસલ કર્યો હતો. આ મેચમાં સચિન શૂન્ય રન, સુરેશ રૈના 4 રન અને યુવરાજ સિંહ 19 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. જ્યારે ઇરફાન પઠાણે 11 રન અને સ્ટુઅર્ટ બિન્નીએ 8 રન બનાવ્યા હતા.