છેલ્લી વન-ડેમાં ભારતને હંફાવી દેનારા સેમ કરને ખેલદિલી બતાવીને આ બે ભારતીય બોલરોનાં કર્યાં વખાણ, જીતની આપી ક્રેડિટ
ઇંગ્લેન્ડને અંતિમ એટલે કે 50મી ઓવરમાં જીતવા માટે 14 રનની જરૂરત હતી.
ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરને ભારત વિરૂદ્ધ ત્રીજી વનડેમાં 330 રનના ટાર્ગેટનો પીછો કરતા શાનદાર બેટિંગ કરી હતી. તેણે આઠમાં નંબર પર આવ્યા બાદ 83 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને અણનમ 95 રનની ઇનિંગ રમી હતી. તેની ટીમ ભરે આ મેચ 7 રનથી હારી ગઈ હોય પરંતુ ક્રિકેટ ફેન્સનું દિલ જીતવામાં તે સફળ રહ્યો. કરને મેદાન પર દ મદાર શોટ ફટકારીને બતાવી દીધું કે આત્મવિશ્વાસથી વધીને કંઈ જ નથી. એક સમયે તેણે ઇંગ્લેન્ડને જીતની નજીક લાવી દીધા હતા, પરંત અંતિમ ઓવરમાં ભારતીય ફાસ્ટ બોલર ટી નટરાજને આશા પર પાણી ફેરવી દીધું. કરને નટરાજન દ્વારા છેલ્લે કરવામાં આવેલ શાનદાર બોલિંગના વખાણ કર્યા છે.
ઇંગ્લેન્ડને અંતિમ એટલે કે 50મી ઓવરમાં જીતવા માટે 14 રનની જરૂરત હતી. તે સમયે ક્રીઝ પર સેમ કરન અને માર્ક વુડ હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ છેલ્લી મહત્ત્વની ઓવર નટરાજનને આપી હતી. નટરાજને પોતાના કેપ્ટનને બિલકુલ નિરાશન કર્યાન હતા અને ઓવરના પ્રથમ બોલ પર જ વુડને આઉટ કર્યો હતો. ત્યાર બાદ નટરાજને બીજા બોલ પર એક રન આપ્યો અને ત્રીજા અને ચોથો બોલ ખાલી ગયો. પાંચમાં બોલ પર કરને ચોગ્ગો ફટકાર્યો અને છઠ્ઠા બોલ પર એક પણ રન ન આપ્યો. આ રીતે ભારત મેચ અને સીરીઝ જીતી ગયું. જણાવીએ કે, 22 વર્ષીય કરને મોઈન અલી, આદિલ રાશિદ અને માર્ક વુડની સાથે ક્રમશઃ 32, 57 અને 60 રનની ભાગેદારી કરી હતી.
સેમ કરને મેચ બાદ કહ્યું કે, ‘અમે મેચ જીતી ન શક્યા, પરંતુ હું જે રીતે રમ્યો તેનાથી ખુશ છું. મને જીતવું પસંદ છે, પરંતુ આ એક શાનદાર અનુભવ હતો. મેં લાંબા સમય સુધી ઈંગ્લેન્ડ માટે આવી રમત રમી ન હતી. જોકે, અંતે અમે હારી ગયા.’ આગળ કરને કહ્યુ કે, હું મોટાભાગના બોલ રમવા માગતો હતો જેથી મેચ અંત સુધી લઈ જઈ શકું. આ મુશ્કેલ હતું, પરંતુ નટરાજને અંતમાં સારી બોલિંગ કરી અને બતાવ્યું કે ખરેખર સારો બોલર શા માટે છે. મને લાગ્યું કે એક પક્ષ નાનો હતો અને ભુવી એક શાનદાર બોલિંગ છે. મેદાન શાનદાર હતું, પિચ પણ શાનદાર હતી અને ભારતની બેટિંગ ક્રમ પણ અદ્ભુત હતું. હવે થોડા જ સપ્તાહમાં આ પરિસ્થિતિઓમાં આઈપીએલ રમીશ.