Ranji Trophy: પંજાબને હરાવી રણજી ટ્રોફીની સેમી ફાઈનલમાં પહોંચ્યું સૌરાષ્ટ્ર, પાર્થ ભૂતનું ઓલરાઉન્ડ પ્રદર્શન
Ranji Trophy: રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમનો સેમી ફાઇનલ પ્રવેશ થઈ ગયો છે. રાજકોટમાં આજે પંજાબ સામે સૌરાષ્ટ્રનો 71 રનથી વિજય થયો. રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
Ranji Trophy: રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમનો સેમી ફાઇનલ પ્રવેશ થઈ ગયો છે. રાજકોટમાં આજે પંજાબ સામે સૌરાષ્ટ્રનો 71 રનથી વિજય થયો છે. રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રના પાર્થ ભૂતએ પંજાબની 5 વિકેટ ઝડપી જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3 અને યુવરાજસિંહ ડોડિયાએ 2 વિકેટ ઝડપી હતી.
પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રએ 303 રન બનાવ્યા હતા જેની સામે પંજાબે 431 રન બનાવ્યા હતા. જે પછી બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રએ 379 રન બનાવ્યા જેની સામે પંજાબ માત્ર 180 રન પર ઓલઆઉટ થતા 71 રનથી સૌરાષ્ટ્રનો વિજય થયો. ઉલ્લેખનીય છે કે, પાર્થ ભૂતએ પ્રથમ ઇનિંગમાં 111 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 51 રન બનાવ્યા હતા. પાર્થ ભૂતનું ક્વાર્ટર ફાઇનલમાં ઓલરાઉન્ડર તરીકે સારું પર્ફોમન્સ રહ્યું તેમણે બેટિંગમાં 162 રન બનાવ્યા અને બોલિંગમાં 8 વિકેટ ઝડપી.
જૂનાગઢના ખેડૂતનો પુત્ર કઇ રીતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને કરી રહ્યો છે મદદ
IND vs AUS Test Series: છેલ્લા 18 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. આવી સ્થિતિમાં આ વખતે તે ભારતીય મેદાનો પર વિજય મેળવવા માટે જોરદાર તૈયારી કરી રહી છે. ભારત આવતા પહેલા જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમે નોર્થ સિડનીમાં ભારતમાં મળતી વિકેટ જેવી પીચ તૈયાર કરી હતી અને તેના પર પ્રેક્ટિસ કરી હતી. હવે આ ટીમ બેંગ્લુરુમાં ટ્રેનિંગ કેમ્પ લગાવીને ભારતીય સ્પિનરોનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. ભારતના સ્પિનર્સનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ પણ ગુજરાતના જૂનાગઢના સ્પિનરની મદદ લઈ રહી છે જે આર અશ્વિનની જેમ બોલિંગ કરે છે.
આ સ્પિનરનું નામ મહેશ પીથિયા છે જે અત્યારે માત્ર 21 વર્ષનો છે. તેણે ગત વર્ષે ડિસેમ્બરમાં જ બરોડા તરફથી રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. અશ્વિન જેવી બોલિંગ એક્શનના કારણે તેને ઓસ્ટ્રેલિયાની ટીમે બોલાવ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી આ ખેલાડી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને નેટ પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. મહેશ એ જ હોટલમાં રોકાયો છે જ્યાં સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ રોકાઈ છે અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે પ્રવાસ પણ કરી રહ્યો છે.
મહેશ પીથિયાની ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાવાની કહાની રસપ્રદ છે. મહેશે વર્ષ 2013માં જીવનમાં પહેલીવાર ક્રિકેટ મેચ જોઈ હતી. ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. તેણે આ મેચ એક પાનની દુકાનમાં જોઈ હતી. આ મેચમાં તેણે આર અશ્વિનને પણ બોલિંગ કરતો જોયો હતો. જ્યારે તે પોતાના ગામમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો ત્યારે તે અશ્વિનની સ્ટાઈલમાં બોલ ફેંકતો હતો.