(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2023: ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા Shah Rukh Khan પહોંચ્યો નરેંદ્ર મોદી સ્ટેડિયમ, પરિવાર સાથે તસવીર આવી સામે
ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તમામની નજર આ મેચ પર ટકેલી છે. ટીમ ઈન્ડિયાની ટ્રોફી ઉપાડવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે.
India vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તમામની નજર આ મેચ પર ટકેલી છે. ટીમ ઈન્ડિયાની ટ્રોફી ઉપાડવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળે છે.
શાહરૂખ ખાન ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો
આખો દેશ વર્લ્ડ કપ ફાઈનલને લઈને ઘણો ઉત્સાહિત છે. બોલિવૂડ સ્ટાર્સમાં આ સ્પર્ધાને લઈને અદભૂત ક્રેઝ છે. આ દરમિયાન શાહરૂખ ખાન પણ તેના પરિવાર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ ફોટા અને વીડિયોમાં કિંગ ખાન ઉપરાંત ગૌરી ખાન અને ત્રણેય બાળકો જોવા મળી રહ્યા છે.
Shah Rukh, Ranveer, Deepika and Gauri at the Narendra Modi Stadium. pic.twitter.com/DpoDWjfHNs
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
દીપિકા પાદુકોણ તેની બહેન અનીશા અને પિતા પ્રકાશ પાદુકોણ અને રણવીર સિંહ સાથે મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરી રહી છે. કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર, શાહિદ કપૂર-મીરા રાજપૂત, વિકી કૌશલ અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ ટીમ ઈન્ડિયોને સપોર્ટ કરવા અમદાવાદમાં છે.
કોહલીએ બનાવ્યો ખાસ રેકોર્ડ
વિરાટ કોહલી રિકી પોન્ટિંગને પાછળ છોડીને વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના પહેલા રિકી પોન્ટિંગ બીજા ક્રમે હતો. તેણે 1996-2011 વચ્ચે 46 વર્લ્ડ કપ મેચ રમી જેમાં તેણે 1743 રન બનાવ્યા. જ્યારે વિરાટ કોહલી હવે તેનાથી આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ 2011 થી 2023 વચ્ચે કુલ 37 વર્લ્ડ કપ મેચ રમી છે. જેમાં તેના નામે 1750થી વધુ રન નોંધાયા છે. આ યાદીમાં પ્રથમ નંબરની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. જેણે 1992-2011 વચ્ચે 45 વર્લ્ડ કપ મેચ રમીને કુલ 2278 રન બનાવ્યા હતા.
ચોથા નંબરની વાત કરીએ તો અહીં રોહિત શર્માનું નામ સામેલ છે. રોહિતે 2015-2023 વચ્ચે કુલ 28 મેચ રમી છે. જેમાં તેના બેટમાંથી 1560 રન આવ્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી માટે અત્યાર સુધી આ વર્લ્ડ કપ ખૂબ જ ખાસ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં જ તેણે સચિન તેંડુલકરનો વનડેમાં 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિફાઇનલમાં આ રેકોર્ડ તોડ્યો હતો અને તેની ODI કારકિર્દીની 50મી સદી ફટકારી હતી.