Cricket: એશિયા કપ બાદ બીજીવાર લગ્ન કરશે આ સ્ટાર ક્રિકેટર ! જાણો શું છે આખો મામલો
શાહીન આફ્રિદીના પહેલા લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. જોકે લગ્નમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ અને વાઇસ કેપ્ટન શાદાબ ખાન જેવા ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા.

Shaheen Afridi To Marry Again: એશિયન ક્રિકેટનો મહાકુંભ એશિયા કપ 2023ની ચાલી રહ્યો છે, અને અત્યારે સુપર 4ની મેચ રમાઇ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2023 બાદ પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદી ફરી એકવાર લગ્ન કરવા માટે તૈયાર છે. શાહીનના લગ્ન પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની દીકરી અંશા સાથે થયા છે. હવે ફરી એકવાર તે અંશા સાથે લગ્ન કરશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, શાહીન આફ્રિદીના એશિયા કપ ફાઈનલના બે દિવસ પછી 19 સપ્ટેમ્બરે ફરીથી લગ્ન કરશે.
હકીકત એ છે કે, શાહીન આફ્રિદીના પહેલા લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. જોકે લગ્નમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ અને વાઇસ કેપ્ટન શાદાબ ખાન જેવા ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા. હવે બીજીવાર શાહીન અને અંશા તેમના લગ્ન યોગ્ય રીતે જલસા સાથે કરવા માંગે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શાહીનના લગ્નનું વરઘોડો 19 સપ્ટેમ્બરે યોજાશે અને ત્યારબાદ 21 સપ્ટેમ્બરે રિસેપ્શન પાર્ટી યોજાશે. આ પહેલા શાહીન અને અંશાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા.
એશિયા કપ રમી રહ્યો છે શાહીન આફ્રિદી -
શાહીન આફ્રિદી હાલ એશિયા કપ માટે શ્રીલંકામાં છે. ટૂર્નામેન્ટમાં સુપર-4 મેચો રમાઈ રહી છે, જેમાંથી માત્ર પ્રથમ મેચ પાકિસ્તાનમાં યોજાવાની હતી અને બાકીની તમામ મેચો શ્રીલંકાના કોલંબોમાં યોજાશે. પાકિસ્તાનની ટીમ આગામી મેચ 10 સપ્ટેમ્બરે ભારત સામે રમશે.
હાલમાં એશિયા કપમાં શાહીન સૌથી વધુ વિકેટ લેનાર બૉલર છે. પાકિસ્તાની પેસરે અત્યાર સુધી 3 મેચમાં 7 વિકેટો લીધી છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ 4/35 ભારત સામે રમાયેલી મેચમાં આવ્યો છે.
ભારત-પાકિસ્તાન મેચ માટે રાખવામાં આવ્યો છે રિઝર્વ ડે -
ઉલ્લેખનીય છે કે, ગ્રુપ સ્ટેજમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. વળી, સુપર-4માં બંને વચ્ચે રમાયેલી મેચ પર વરસાદનો પડછાયો છવાયેલો છે, જેને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલે રિઝર્વ ડે રાખ્યો હતો.
S. Sreesanth said “Virat and India were just unfortunate. Pakistan were lucky to get Virat Kohli’s wicket because it was an inside edge. I don’t count it as a wicket."#AsiaCup23 pic.twitter.com/gn1VHMz2Zj
— Himanshu Pareek (@Sports_Himanshu) September 8, 2023
Mohammad Shami giving some tips to Shaheen Shah Afridi#IndiaVsPakistan #INDvPAK #INDvsPAK #AsiaCup #AsiaCup23 pic.twitter.com/U6cOzbrQsv
— Tarique Hasan || Tofi (@tariquespeaks) August 31, 2023
“Tab bhi woh peak per thay, aur abhi bhi peak per hain” Babar Azam about Virat Kohli ! How can you hate this modest and humble guy, blessed to have him play for Pakistan 🇵🇰, true generational talent. #BabarAzam #ViratKohli #AsiaCup23
— Fahad 🇵🇰 (@fad08) August 31, 2023
pic.twitter.com/SGv4zaV8UD
Feeling for each and every batsmen who are to face them in the upcoming games and in the CWC23. Absolute fire power. #AsiaCup2023 pic.twitter.com/hx1H8t30WV
— Nibraz Ramzan (@nibraz88cricket) September 9, 2023
1 day left for India vs Pak clash 🔥 #AsiaCup2023 pic.twitter.com/BJmXRkyfre
— Out Of Context Cricket (@GemsofCricket7) September 9, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
