શિખર ધવનના આ હોટ એક્ટ્રેસ સાથેના લફરાના કારણે આયેશા સાથે થઈ ગયા ડિવોર્સ ?
શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ એક્ટ્રેસ સાથેની તસવીરો પણ મૂકી હતી.
મુંબઈઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે ડિવોર્સ થઈ ગયા હોવાની જાહેરાત શિખરની ભૂતપૂર્વ પત્નિ આયશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર કરી છે. શિખર અને આયેશા આદર્શ કપલ ગણાતાં હતાં ત્યારે અચાનક જ બંનેના ડિવોર્સ થઈ જતાં સૌને આંચકો લાગ્યો છે.
આ ડિવોર્સ માટે શિખર ધવનનું બોલીવુડની એક એક્ટ્રેસ સાથેનું અફેર કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. શિખર અને આ એક્ટ્રેસે એક જાહેરખબરમાં સાથે કામ કર્યું હતું. એ દરમિયાન બંને નજીક આવી ગયાં હોવાની ચર્ચા છે. આ હોટ અભિનેત્રી બોલીવુડમાં બહુ સફળ નથી થઈ પણ તાજેતરમાં એક બાયોપિકમાં ચમકી હતી.
શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ એક્ટ્રેસ સાથેની તસવીરો પણ મૂકી હતી. જો કે શિખરના પત્નિ સાથેના સંબધો સારા હોવાથી આ અંગે કોઈ ચર્ચા નહોતી થઈ.
ધવન અને આયશા 2012માં લગ્ન બંધનમાં બંધાયાં હતાં અને 2014માં આયશાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. આયશા ઉંમરમાં શિખર ધવનથી 10 વર્ષ મોટી છે. બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ જોરાવર છે.
ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવને પોતાનાથી 10 વર્ષ મોટી આયશા સાથે લગ્ન કર્યા હતા ત્યારે ઘણા લોકોએ આ સંબંધ લાબુ નહી ટકે એવી ટીકા કરી હતી પણ ધવનના પરિવારે તેને સાથ આપ્યો હતો.
શિખરના એકટ્રેસ સાથેના અફેરના કારણે બંને વચ્ચે ગયા વરસથી તકરાર શરૂ થયાનું મનાય છે. એ પછી શિખર અને આયશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધાં હતાં. આયશાએ શિખરની તમામ તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલિટ કરી દીધી હતી. ધવનના એકાઉન્ટ પર આયશાની તસવીર હતી પણ આયેશાએ શિખરને દૂર કરી દીધો હતો.
શિખર ધવન સાથે લગ્ન થયા પહેલાં આયશાએ એક વાર લગ્ન કરીને ડિવોર્સ લીધા હતા. આયેશાને પહેલા લગ્નથી બે પુત્રી છે. પહેલા પતિથી ડિવોર્સ લીધા બાદ શિખર ધવન સાથે તેના લગ્ન થયા હતા. ધવન અને આયશા એક કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી લાંબા સમય સુધી બંને એકબીજા સાથે જોડાયેલાં રહ્યાં.