શોધખોળ કરો
Advertisement
CoronaVirus: જીમ બંધ હોવાથી શિખર ધવને શોધી કાઢ્યો કસરત કરવાનો નવો નુસ્ખો, ફિટનેસનો વીડિયો વાયરલ
આ વીડિયોમાં શિખર ધવન જીમમાં નહીં પણ ઘરે જ એક ઝાડની મદદથી કસરત કરી રહ્યો છે. ઝાડની મદદથી ધવન પુલઅપ્સ કરતો દેખાઇ રહ્યો છે
નવી દિલ્હીઃ કોરોનાના કારણે હવે ખેલાડીઓ પણ ડરવા લાગ્યા છે, દુનિયાભરમાં 7000થી વધુ લોકોના જીવ લઇ ચૂકેલા કોરોનાથી બચવા અને પોતાની ફિટનેસને સાચવી રાખવા માટે ખેલાડીઓ મહેનત કરી રહ્યાં છે. કોરોના ઇફેક્ટની વચ્ચે પણ પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવને એક નવો તોડ શોધી કાઢ્યો છે, અને તેનો વીડિયો પણ શેર કર્યો છે.
ખાસ વાત છે કે ભારત સરકારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં 31 માર્ચ સુધી જીમ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારે ફિટનેસ લવર્સ માટે શિખર ધવનનો આ વીડિયો ખુબ કામ આવી શકે છે. શિખરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં શિખર ધવન જીમમાં નહીં પણ ઘરે જ એક ઝાડની મદદથી કસરત કરી રહ્યો છે. ઝાડની મદદથી ધવન પુલઅપ્સ કરતો દેખાઇ રહ્યો છે.
ધવને વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ છે- હંમેશા કંઇક પ્રૉડક્ટિવ કરવા અને એક જ સમયે સુરક્ષિત રહેવાનો મોકો પણ આવે છે. પ્રકૃત્તિની સાથે રહેવુ ખુબ ગમે છે, અને સાથે સાથે મારા વર્કઆઉટનો આનંદ પણ લઇ રહ્યો છું. આ વીડિયોને બે લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion