શોધખોળ કરો
Advertisement
શોએબ અખ્તર આ પાકિસ્તાનની ખેલાડીને મારી નાંખવા માંગતો હતો, વર્ષો બાદ થયો ખુલાસો
રાવલપિંડી એક્સપ્રેસે કહ્યું કે, હું સ્પષ્ટપણે કહ્યું છે કે જો વસીમ અકરમે મને મેચ ફિક્સિંગ માટે કહ્યું હોત તો હું તેને મારી નાંખતો, પણ મને ક્યારેયે એવી વાત ન હતી કહી
રાવલપિંડીઃ પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પોતાની ક્રિકેટ કેરિયર સાથે જોડાયેલી એક ખાસ ઘટનાને યાદ કરીને કહ્યું કહ્યું કે તે એકસમયે એક ખેલાડી પર બહુ ગુસ્સે ભરાયો હતો. શોએબ અખ્તરે કહ્યું કે, તે વસીમ અકરમને મારી નાંખવા માંગતો હતો. આ ઘટના મેચ ફિક્સિંગ સાથે જોડાયેલી હતી.
શોએબ અખ્તરે કહ્યું કે, જો વસીમ અકરમે તેને મેચ ફિક્સિંગ માટે કહ્યું હોત તો હું તેને મારી નાંખતો, અખ્તરે કહ્યું કે હું 1990ના દાયકાની કેટલાક મેચો જોઇ રહ્યો હતો, અને વસીમ અકરમ જે રીતે પોતાની સ્વિંગ બૉલિંગથી પાકિસ્તાનને મુશ્કેલ પરિસ્થિતિમાંથી જીત તરફ લઇ જઇ રહ્યો હતો તેનાથી તે ચોંકી ગયો હતો.
રાવલપિંડી એક્સપ્રેસે કહ્યું કે, હું સ્પષ્ટપણે કહ્યું છે કે જો વસીમ અકરમે મને મેચ ફિક્સિંગ માટે કહ્યું હોત તો હું તેને મારી નાંખતો, પણ મને ક્યારેયે એવી વાત ન હતી કહી.
અખ્તરે વસીમ અકરમની પ્રસંશા કરતા તેનો આભાર માન્યો હતો, અને કહ્યું હું વસીમ ભાઇની સાથે 7 થી 8 વર્ષ રમ્યો છું, અને હું એવી કેટલીય ઘટના બતાવી શકુ છુ જ્યાં તેમને ટૉપ ઓર્ડરના બેટ્સમેનોને આઉટ કરીને મારો સાથ આપ્યો હોય.
રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતો થયેલો શોએબ અખ્તર વર્લ્ડનો સૌથી ફાસ્ટ બૉલર છે, અને તેને પાકિસ્તાનને અનેકવાર મેચ જીતાઉ પરફોર્મન્સ આપ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement