શોધખોળ કરો
Advertisement
IND Vs AUS: બીજી ટેસ્ટમાં શુભમન ગિલને મળી ડેબ્યૂની તક, મેદાન પર ઉતરતા જ રચ્યો ઇતિહાસ
ભારતીય સિલેક્ટર્સને આશા છે કે શુભમન ગિલ પોતાની ડેબ્યૂ મેચમાં સારું પ્રદર્શન કરશે. તેને આ વખતે પૃથ્વી શોની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જણાવીએ કે, પ્રથમ મેચમાં પૃથ્વી શોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેસ્ટ સીરીઝની બીજે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની સાથે રમાઈ રહેલ પ્રથમ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી બીજી ટેસ્ટમાં શુભમન ગિલને ડેબ્યૂ કરવાની તક મળી છે. શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ડેબ્યૂ કરનાર બીજો સૌથી ઓછી ઉંમરનો ભારતીય ખેલાડી છે. ગિલ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ડેબ્યૂ કરી રહ્યો છે.
બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે કેપ્ટનશિપ કરી રહ્યા છે. ઉપરાંત ટીમમાં રવિન્દ્ર જાડેજા પણ સામેલ છે. સાથે જ વિકેટકીપર રિદ્ધઇમાન સાહાની જગ્યાએ રિષપ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જણાવીએ કે વર્ષ 2001 બાદ આ ત્રીજા ઘટના છે જ્યારે બે અથવા તેનાથી વધારે ભારતીય ખેલાડી વિદેશી જમીન પર એક સાથે ડેબ્યૂ કરશે.
21 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કરશે ગિલ
21 વર્ષ અને 108 દિવસના શુભમન ગિલ બીજો એવો ભારતીય ખેલાડી હશે જે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયામાં પોતાનું ડેબ્યૂ કરશે. આ પહેલા ઇરફાન પઠાણે 19 વર્ષ અને 46 દિવસની ઉંમરમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ભારતીય સિલેક્ટર્સને આશા છે કે શુભમન ગિલ પોતાની ડેબ્યૂ મેચમાં સારું પ્રદર્શન કરશે. તેને આ વખતે પૃથ્વી શોની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જણાવીએ કે, પ્રથમ મેચમાં પૃથ્વી શોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ ઇન્ડિયા
અજિંક્યે રહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement