IND vs SA: ભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને વન-ડે ટીમ જાહેર, કેપ્ટન બાવુમાની વાપસી
South Africa Squad For India Tour: દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસ માટે તેની A ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં બે ટેસ્ટ અને ત્રણ વનડે રમાશે.

IND A vs SA A Test And ODI Series: દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસ માટે તેની A ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં બે ટેસ્ટ અને ત્રણ વનડે રમાશે. દક્ષિણ આફ્રિકાએ બંને શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ 30 ઓક્ટોબરથી શરૂ થશે.
SQUAD ANNOUCEMENT 🚨
— Proteas Men (@ProteasMenCSA) October 16, 2025
Cricket South Africa (CSA) has today announced the South Africa A (SA A) squads for their upcoming multi-format tour to India later this month.
The four-day squad will take on the hosts in two matches at the BCCI Centre of Excellence in Bengaluru from 30… pic.twitter.com/D000rPOkuI
ટેસ્ટ શ્રેણી માટે ટીમ
માર્કેસ એકરમેન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓકુહલે સેલે, ઝુબેર હમઝા, જોર્ડન હરમન, રુબિન હરમન, રિવાલ્ડો મૂનસામી, ત્શેપો મોરેકી, મિહલાલી મપોંગવાના, લેસેગો સેનોકવાને પ્રેનેલન, સુબ્રાયેન, કાઈન સિમંડ્સ, ત્સેપો નદવાંડવા, જેસન સ્મિથ, તિયાન વાન વુરેન અને કોડી યુસુફ
વન-ડે સીરિઝ માટે ટીમ
માર્કેસ એકરમેન, ઓટનીલ બાર્ટમેન, બ્યોર્ન, ફોર્ટુઈન, જોર્ડન હરમન, રુબિન હરમન, ક્વેના મફાકા, રિવાલ્ડો મૂનસામી, ત્શેપો મોરેકી, મિહલાલી મપોંગવાના, નકાબા પીટર, ડેલાનો પોટગિએટર, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, સિનેથેમ્બા કેશિલે, જેસન સ્મિથ અને કોડી જોસેફ.
ટેમ્બા બાવુમાની ટેસ્ટમાં વાપસી
આ અનઓફિશિયલ ટેસ્ટ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે, પરંતુ ટેમ્બા બાવુમા હજુ પણ દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે. કારણ કે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા લગભગ 4.5 મહિના પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરશે. બાવુમાએ 11-14 જૂન, 2025 દરમિયાન પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હવે તે 30 ઓક્ટોબરથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીમાં ભારત A સામેની બીજી મેચમાં જોવા મળશે. માર્ક્સ એકરમેન પ્રથમ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.
ભારત-દક્ષિણ આફ્રિકા મેચનો કાર્યક્રમ
ભારત-A અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચેની પ્રથમ ચાર દિવસીય ટેસ્ટ 30 ઓક્ટોબરથી શરૂ થશે. બીજી અનઓફિશિયલ ટેસ્ટ 6 થી 9 નવેમ્બર દરમિયાન રમાશે. બંને મેચ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે. ત્યારબાદ બંને દેશો વચ્ચે વન-ડે સીરિઝ શરૂ થશે, જેમાં 13 થી 19 નવેમ્બર દરમિયાન ત્રણ વન-ડે મેચનો સમાવેશ થશે. ભારત-એ અને દક્ષિણ આફ્રિકા-એ ટીમો વચ્ચેની ત્રણેય મેચ રાજકોટમાં રમાશે.




















