શોધખોળ કરો
Advertisement
કોરોનાની ઝપેટમાં વધુ એક ક્રિકેટર, દક્ષિણ આફ્રિકાના 25 વર્ષીય ઓલરાઉન્ડરને આવ્યો કૉવિડ પૉઝિટીવ
રિપોર્ટ્સ અનુસાર, 25 વર્ષી આ ઓલરાઉન્ડર છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટ રમી રહ્યો છે, પણ ગયા વર્ષે જુલાઇથી ગુલિયન બેરે સિન્ડ્રૉમ બિમારીથી પીડિત થયો છે
નવી દિલ્હીઃ કોરોનાનો ખતરો હવે ક્રિકેટરો પર પણ વધ્યો છે. દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર સોલો નક્વેની કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. સોલો નક્વેની આફ્રિકાનો પ્રથમ ક્ષેણીનો ક્રિકેટર છે, અને પહેલાથી જ કેટલીક બિમારીઓ સામે ઝઝૂમી રહ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, 25 વર્ષી આ ઓલરાઉન્ડર છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટ રમી રહ્યો છે, પણ ગયા વર્ષે જુલાઇથી ગુલિયન બેરે સિન્ડ્રૉમ બિમારીથી પીડિત થયો છે. આ બિમારી શરીરની રોગ પ્રતતિકારક શક્તિ અને કોષિકાઓ સાથે જોડાયેલી હોય છે. ક્રિકેટરે કૉવિડ-19થી સંક્રમિત થયાની ખબર ટ્વીટર પર શેર કરી છે.
સોલો નક્વેનીએ કહ્યું- ગયા વર્ષમાં ગુલિયન બેરે સિન્ડ્રૉમથી ગ્રસ્ત થઇ ગયો હતો, અને છેલ્લા દસ મહિનાથી આની સામે ઝઝૂમી રહ્યો છે. હજુ હું તેનાથી અડધો જ ઠીક થયો છું, મારા ગુર્દા ફેલ થઇ ગયા, અને હવે હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું. મને ખબર નથી પડતી આ બધુ મારી સાથે કેમ થઇ રહ્યું છે.
ઉલ્લેખનયી છે કે સોલો નક્વેની ત્રીજા નંબરનો ક્રિકેટર છે, જેને કોરોના થયો છે. આ પહેલા પાકિસ્તાનનો ઝફર સરફરાજ, અને સ્કૉટલેન્ડનો માજિદ હક્ક આની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં સરફરાજનુ એપ્રિલ મહિનામાં નિધન થઇ ગયુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement