SA vs SL: સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને આપી હાર, WTCમાં ઓસ્ટ્રેલિયાને પછાડી બન્યું નંબર-1
દક્ષિણ આફ્રિકાની ટીમે શ્રીલંકાને બીજી ટેસ્ટમાં હરાવ્યું છે. તેને સેન્ટ જ્યોર્જ મેદાન પર 109 રને પરાજય આપ્યો હતો.
દક્ષિણ આફ્રિકાની ટીમે શ્રીલંકાને બીજી ટેસ્ટમાં હરાવ્યું છે. તેને સેન્ટ જ્યોર્જ મેદાન પર 109 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ આ બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. ટેમ્બા બાવુમાની ટીમે 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં શ્રીલંકા માત્ર 238 રન બનાવી શકી હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસ પણ જીતી લીધી છે. તે ઓસ્ટ્રેલિયાને પછાડીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે.
South Africa seal a 2-0 whitewash against Sri Lanka after a closely-contested win in Gqeberha 🙌#WTC25 | 📝 #SAvSL: https://t.co/grtLlEan8h pic.twitter.com/Y0iM1CUcH4
— ICC (@ICC) December 9, 2024
આ રહ્યા જીતના હિરો
ડબલ્યૂટીસીના દૃષ્ટિકોણથી આ મેચ દક્ષિણ આફ્રિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. આ સમયગાળા દરમિયાન, ટીમના ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 347 રનનો બચાવ કરતી વખતે કેશવ મહારાજે શાનદાર બોલિંગ કરી હતી અને 25 ઓવરમાં 76 રન આપીને 5 વિકેટ લીધી હતી. કાગિસો રબાડા અને ડેન પીટરસને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે માર્કો જોનસનને 1 વિકેટ મળી હતી. પ્રથમ દાવમાં પીટરસને 5 વિકેટ લઈને 30 રનની લીડ લેવામાં મદદ કરી હતી. તેણે આખી મેચમાં 7 વિકેટ ઝડપી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
સાઉથ આફ્રિકાના બોલરો સિવાય બેટ્સમેનોએ પોતાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું હતું. કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન રેયાન રિકેલટન અને કાયલ વેરીને સદી ફટકારી હતી. કેપ્ટન બાવુમાએ અડધી સદી ફટકારી હતી, જેના આધારે તેમની ટીમ પ્રથમ દાવમાં 358 રનનો મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.
માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં ભારત અને ઇગ્લેન્ડને પછાડી બન્યું નંબર વન
જવાબમાં શ્રીલંકા 328 રન બનાવી શકી હતી. ત્યારપછી બીજી ઈનિંગમાં પણ દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન બાવુમા અને એડન માર્કરામની અડધી સદીની મદદથી 317 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં 30 રનની લીડની મદદથી કુલ 348 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ પછી શ્રીલંકાની ટીમ 238ના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી
દક્ષિણ આફ્રિકા ટોચ પર પહોંચી ગયું છે
દક્ષિણ આફ્રિકાની ટીમને આ જીતનો મોટો ફાયદો થયો છે. હવે તે WTCના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 24 કલાકની અંદર તેણે ઓસ્ટ્રેલિયન ટીમને હરાવીને નંબર-1નો તાજ જીતી લીધો છે. દક્ષિણ આફ્રિકાના હવે 10 મેચમાં 6 જીત, 3 હાર અને 1 ડ્રો સાથે 63.33 ટકા પોઈન્ટ છે. હવે ફાઇનલમાં જવા માટે તેણે પાકિસ્તાન સામેની આગામી બે મેચ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 57.69 થી વધીને 60.71 થઈ ગઈ છે. તે બીજા નંબર પર છે. ભારતીય ટીમ 57.29 ટકા પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે અને શ્રીલંકા 45.45 ટકા પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. અન્ય ટીમો આ રેસમાંથી બહાર થઈ ગઈ છે.
એડિલેડમાં શરમજનક હાર બાદ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં બદલાવ નક્કી! આ ખેલાડીઓ થશે બહાર